અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારી પાસેથી 2.40 કરોડની નિષ્ફળ લૂંટનો પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ…

Ahmedabad Crime News: અમદાવાદમાં બે દિવસ પહેલા સીજી રોડ સ્થિત સુપર મૉલમાં પામ જ્વેલ લિમિટેડના કર્મચારીની આંખમાં મરચાનો પાવડર નાંખીને 2.40 કરોડ રૂપિયાની લૂંટની કોશિશ કરવામાં આવી હતી. કર્મચારીઓની સતર્કતાના કારણે લૂંટારુઓની યોજના નિષ્ફળ ગઈ હતી. પોલીસે આ મામલે 7 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બેની શોધખોળ શરૂ છે.
Also read : આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ લોકોની ભરતી કરશે ગુજરાત સરકાર…
શું છે મામલો
સોમવારે પામ જ્વેલ લિમિટેડના કર્મચારી અભિષેક, જયેશ અને ડ્રાઇવર નિતેશ 3 કિલો સોનાની જ્વેલરી લઈને પાલનપુર જતા હતા. તે સમયે અચાનક પાર્કિંગમાં બેઠેલા કેટલાક લોકોએ મરચાનો પાવડર તેમની આંખોમાં નાંખીને બેગ લૂંટવાની કોશિશ કરી હતી. કર્મચારીઓની સતર્કતાના કારણે લૂંટારુઓને મનસુબો પાર પડ્યો નહોતો. કર્મચારીએ ગાડી અંદરથી લૉક કરીને હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું. જેનાથી લૂંટારું ઈકો કારમાં બેસીને ભાગવા મજબૂર થયા હતા.
આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે મામલે એસલીબીની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને સાત આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ગેંગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ઈકો કારને ઓળખી કાઢી હતી અને વાહનને ટ્રેસ કરતાં ખેડાના વસોના રહેવાસી નિશિત ઉર્ફે શત્રુ ભીખાભાઈ સોલંકીનું હોવાનું જાણવા મળ્યું હતું.
પકડાયેલા લોકોમાં પામ જ્વેલ્સના પૂર્વ કર્મચારી મિતુલ દરજી પણ સામેલ હતો. પવન સોની, નિશિત ઉર્ફે શંભુ, સંગ્રામ સિંહ, દીપક, હિતેશ અને અનિલે મળીને લૂંટનો પ્લાયન બનાવ્યો હતો. મિતુલ દરજીએ આ ટોળકીને સુરક્ષામાં રહેલી ખામી અને સાથીદારોને ઘરેણાંની હિલચાલ અંગે માહિતી આપી હતી. આ ટોળકીએ લૂંટની યોજના બનાવવા માટે રેકી કરી હતી.
Also read : Gujarat માં RTI નો દુરૂપયોગ કરનારા સામે કાર્યવાહી કરાશે, કુલ 67 ગુના નોંધાયા…
પકડાયેલા આરોપીઓનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ હતો. પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજના આધારે સૌથી પહેલા કાર માલિકની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ અન્ય છ આરોપી પણ પકડાયા હતા. અમદાવાદના ઝોન-1 ડીસીપી બલરામ મીનાએ જણાવ્યું કે, બે આરોપી હજુ ફરાર છે, તેમને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.