ગુજરાતી માછીમારના પાકિસ્તાનમાં મોતના અહેવાલ વચ્ચે 22 માછીમારને મુક્ત કરાયા

અમદાવાદ : ગુજરાતના માછીમારોના પાકિસ્તાનની જેલમાં મોતના અહેવાલ વચ્ચે 22 માછીમારને મુક્ત કરાયા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ તમામ માછીમારોને વર્ષ 2021-22માં પાકિસ્તાન મરીન ફોર્સ દ્વારા પકડવામાં આવ્યા હતા. જેમને બાદમાં પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા છે. ગુજરાત ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોનો કબ્જો મેળવી તેમને વેરાવળ લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ ઉનાના સોખડાના માછીમારીનું બીમારીના લીધે 23 જાન્યુઆરીએ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો…પાટનગરમાં PM Modi અને Sharad Pawar મંચ પર એકસાથે જોવા મળ્યા, રાજકારણ ગરમાયું
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્ષ 2014 થી 2,639 ભારતીય માછીમારો અને 71 ભારતીય નાગરિક કેદીઓને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. જેમાં 2023 થી 478 માછીમારો અને 13 નાગરિકોનો સમાવેશ થાય છે. આ બે દેશો વચ્ચે કેદીઓની આપ-લે એક મહત્વપૂર્ણ માનવતાવાદી મુદ્દો રહ્યો છે.
આ પણ વાંચો…Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે
માછીમારોને તાત્કાલિક પરત મોકલવાની માંગ કરી
ભારતે પાકિસ્તાનમાંથી 183 ભારતીય કેદીઓ અને માછીમારોને તાત્કાલિક પરત મોકલવાની માંગ કરી છે. જ્યારે પાકિસ્તાને 52 નાગરિક કેદીઓ અને 56 માછીમારોને સ્વદેશ પરત મોકલવાની માંગ કરી છે જેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ થઈ ગઈ છે.