ગુજરાત પોલીસ હવે 'સિંગલ ક્લિક દૂર'! GP-SMASH પહેલ હેઠળ ૮૫૦થી વધુ ફરિયાદોનો ગણતરીના કલાકોમાં નિકાલ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાત પોલીસ હવે ‘સિંગલ ક્લિક દૂર’! GP-SMASH પહેલ હેઠળ ૮૫૦થી વધુ ફરિયાદોનો ગણતરીના કલાકોમાં નિકાલ

અમદાવાદ: ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ – સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો તા.૧લી માર્ચ-૨૦૨૫થી આરંભ કર્યો છે. આ પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રજૂઆતો-પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે.

આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.

GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?

GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ ૨૪*૭ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે.

ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે. રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં ૮૫૦થી વધુ સમસ્યાઓનો નિકાલ

GP-SMASH પહેલનો અમલ માર્ચ-૨૦૨૫થી કરવામાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી શ્રી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે ૮૫૦થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button