અમદાવાદ

ગુજરાતમાંથી 300 બાંગ્લાદેશીને ઘર ભેગા કરવામાં આવ્યા, ગુજરાત પોલીસે પાર પાડ્યું ઓપરેશન

અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપવા થોડા દિવસ ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના ચંડોળા તળાવ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 1000 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

દસ્તાવેજોની તપાસમાં થયો ખુલાસો

અમદાવાદમાંથી 800 તેમજ સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદે રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. જ્યારે સુરતમાં 134માંથી 90 વ્યકિતઓ ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વડોદરા એરફોર્સ સ્ટેશનથી કરાયા ડિપોર્ટ

તમામ ગેરકાયદે ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઇ જવાયા હતા અને ત્યાંથી હવાઇ માર્ગે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અગરતલા ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવામાં આવ્યા હતા.

આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું હતું. જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાર પાડવામાં આવેલું પ્રથમ ઓપરેશન છે.

આ પણ વાંચો કચ્છના ખાવડાના ઇન્ડિયા બ્રિજ પાસે હાઈ ટેંશન વીજ લાઈનના સંપર્કમાં આવેલું ડ્રોન સામેપારથી આવ્યું હતું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button