વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાઃ દર કલાકે એક વ્યક્તિની આત્મહત્યા
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી

અમદાવાદઃ રવિવારે અમદાવાદના બગોદરામાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો ત્યાર બાદ ફરી એક વખત ગુજરાતના વિકાસના મુદ્દે પ્રશ્નો ઉભા થાય છે. આ દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો હતો.
આ રીતે જોવામાં આવે તો દર વર્ષે રાજ્યમાં 8495 લોકોએ અને દરરોજ 23થી વધારે લોકોએ આત્મહત્યા કરી હતી. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવ્યું હતું.
આપણ વાંચો: અમરેલીઃ ખાંભાના ભાડ ગામની યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્યુસાઈડ નોટ વાંચીને રડી પડશો…
ગુજરાતમાં બેકારી દિવસેને દિવસે વધી રહી છે અને મોંઘવારી પણ ખૂબ વધી ગઈ છે, જેના કારણે આમ આદમીએ જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે. લોકો ના છૂટકે દેવું કરવા મજબૂર બન્યા છે, વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો આખરે જીવન ટૂંકાવી રહ્યા છે.
રાજ્યમાં રોજનું કમાઈને રોજનું ખાનારા લોકોની વધુ દયનીય બની છે. ઓછી આવક સામે વધુ ખર્ચ થઈ રહ્યો છે. જેના કારણે ખેતમજૂરો, રોજમદોર, લારી-પાથરણાવાળા, ફેરિયા, શ્રમિકોમાં આપઘાતનું પ્રમાણ વધ્યું હતું.
આપણ વાંચો: આત્મહત્યાની ઘટનાઓ સતત વધી! કચ્છમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત
રિપોર્ટ પ્રમાણે, છેલ્લા છ વર્ષમાં 16,862 રોજમદારોએ આપઘાત કર્યો હતો. ફેરિયા, ખેતમજૂરો, લારી-પાથરણાંવાળા, રોજમદારો, શ્રમિકોની આત્મહત્યાના કેસમાં 50.44 ટકાનો વધારો થયો હતો.
નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો) ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 અને 0261 6554050 વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)