અમદાવાદ

સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર-1, છતાં પાણીના સ્ટેશનો કચરાથી ખદબદે છે! AMC ૬ મહિનામાં સફાઈ માટે ₹૪.૨ કરોડ ખર્ચશે

અમદાવાદ: જુલાઈ ૨૦૨૫ માં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં અમદાવાદને ૧૦ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરીજનો દ્વારા પાણી વિતરણ મથકોની આસપાસ ફેંકવામાં આવતા કચરાની સફાઈ પાછળ ₹૪.૨ કરોડ ખર્ચ કરશે. આ સ્ટેશનો અમદાવાદની જીવાદોરી સમાન છે, જે સરેરાશ દરરોજ ૧,૬૦૦ મિલિયન લિટર પાણી ઘરો સુધી પહોંચાડે છે.

AMCની તપાસના જાણવા મળ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા આ સ્ટેશનોના પરિસરોની આસપાસ નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરા અને ફૂડ વેસ્ટના ઢગલા જોવા મળે છે. સામાન્ય રીતે, આ ગંદકી આ સ્ટેશનો નજીક આવેલી સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા ફેલાવવામાં આવે છે. શહેરમાં કુલ ૨૩૩ જેટલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો આવેલા છે.

ગંદકીની સફાઈ માટે, AMCની સ્ટેન્ડિંગ કમિટીએ ૬ મહિનાના અભિયાન માટે રૂ. ૪.૨ કરોડની રકમ ખર્ચવાની દરખાસ્તને મંજૂરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તમાં જણાવાયું હતું કે, AMCના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોની ઝોન મુજબની સંખ્યા આ પ્રમાણે છે: ઇસ્ટ ઝોનમાં ૪૩, નોર્થ ઝોનમાં ૩૨, સાઉથ ઝોનમાં ૪૬, વેસ્ટ ઝોનમાં ૪૧, નોર્થ-વેસ્ટ ઝોનમાં ૩૪, સાઉથ-વેસ્ટ ઝોનમાં ૧૮ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૯. AMCએ આ સ્ટેશનોના સંચાલન અને જાળવણી માટે દરેક ઝોન દીઠ એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ હાલના OM કોન્ટ્રાક્ટમાં સ્ટેશનોની આસપાસના પરિસરની સફાઈ માટે કોઈ જોગવાઈ સામેલ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્પોરેટર કે ધારાસભ્ય જ્યારે મુલાકાત લે છે ત્યારે આ અંગે ફરિયાદ કરવામાં આવે છે. આથી તે ફરિયાદોને ધ્યાને રાખીને AMCએ સ્ટેશન પરિસરોની સફાઈ માટે એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતા. આ દરખાસ્તમાં અન્ય શરતો ઉપરાંત એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટરો વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ઘાસ કાપીને તેનો નિકાલ કરશે, ઝાડી-ઝાંખરા અને બિનઉપયોગી વનસ્પતિઓ દૂર કરશે, વૃક્ષોને કાપણી કરશે અને નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરા, પ્લાસ્ટિક બેગ અને ફૂડ વેસ્ટનો નિકાલ કરશે. સફાઈ બાદ તમામ કચરો યોગ્ય વાહનોનો ઉપયોગ કરીને નિયુક્ત સ્થળોએ નિકાલ કરવામાં આવશે.

આપણ વાંચો:  નવેમ્બરના અંતે શિયાળો જામ્યો: નલિયા રાજયનું ‘ટાઢુંબોળ’ શહેર, અન્ય શહેરોમાં પણ ઠંડી વધી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button