
અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાં જગજાહેર છે. કાયદેસર વિઝા ન મેળવી શકતાં લોકો ઘણી વખત ગેરકાયદેસર રીતે પહોંચતા હોય છે. ડંકી રૂટ કે અન્ય માર્ગે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં લોકોના મોતના સમાચાર પણ સામે આવતાં રહે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી ગેરકાયદે રહેતા ભારતીયોનો પરત વતન મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકાથી ત્રણ પ્લેનમાં 332 જેટલા ભારતીયોને અહીં લાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ફ્લાઇટમાં 104, બીજી ફ્લાઇટમાં 116 અને ત્રીજી ફ્લાઇટમાં 112 ભારતીયોને લાવવામાં આવ્યા હતા. જેમાં 33, 8 અને 33 મળી કુલ 74 ગુજરાતીઓની ઘરવાપસી થઈ છે.
આ પણ વાંચો: ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનારા એજન્ટો રડાર પર, પણ પીડીતો એફઆઇઆર નોંધાવતા નથી
ત્રીજી બેચમાં ઘરભેગા કરવામાં આવેલા અમદાવાદીઓનું લિસ્ટ
ત્રીજી બેચમાં પરત ફરેલા કુલ ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ હતા. જેમાં સૌથી વધુ અમદાવાદના હતા. ત્રીજી બેચમાં અમદાવાદના 9 લોકો હતા. આ પરથી માત્ર મહેસાણાના જ નહીં અમદાવાદીઓમાં પણ અમેરિકાનું ઘેલું છે તે સાબિત થાય છે.
- સ્વાતી હાર્દિક પટેલ, નરોડા
- હેનીલ હાર્દિક પટેલ, નરોડા
- દિશા હાર્દિક પટેલ, નરોડા
- હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નરોડા
- નીત તુષાર પટેલ, નરોડા
- તુષાર પ્રવીણચંદ્ર પટેલ, નરોડા
- ચેતનાબેન તુષાર પટેલ, નરોડા
- હિમાંશી ચિરાગકુમાર પટેલ, નારણપુરા
- ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ, નારણપુરા
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયને ડિપોર્ટ કરી 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. બીજી બેચમાં 8 ગુજરાતી સહિત 116 ભારતીયોને 15 ફેબ્રુઆરીની રાત્રે 11.30 કલાકે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતાં. જે બાદ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બેચને લઇને યુએસ આર્મીનું વિમાન રવિવારે રાત્રે પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.