કન્ફર્મ ટિકિટ નહીં તો રેલવે સ્ટેશનમાં No Entry: નવા નિયમો લાગુ પડશે?

અમદાવાદ/મુંબઈઃ ભારતમાં સૌથી વધારે મુસાફરી રેલવેમાં થયા છે. મોટી સંખ્યામાં લોકો પોતાનો પ્રવાસ રેલવે દ્વારા કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જે, ટિકિટ લીધા વગર જ મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં આવું વધારે થતું હોય છે. અત્યારે રેલવે સ્ટેશનો પર કોઈ પણ વ્યક્તિ ટિકિટ વિના પ્રવેશ મેળવી શકે છે, જેથી રેલવે પ્રશાસન જૂના નિયમમાં સુધાર કરવો અતિ આવશ્યક બની ગયો છે. રેલવે દ્વારા પણ હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે સ્ટેશન પર લાગશે એક્સેસ કંટ્રોલ સિસ્ટમ
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ ડિવિઝનના 12 મહત્વના સ્ટેશનોમાં કોઈ પણ વ્યક્તિ ટિકિટ વિના પ્રવેશ ના કરી શકે તેવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર પણ મેટ્રો જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ (Access Control System) લાવવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. મેટ્રોમાં તમારે પહેલા ટિકિટ સ્કેન કરવી પડતી હોય છે, તેના સિવાય તમે પ્રવેશ લઈ શકતા નથી. આવી જ સુવિધા હવે રેલવેમાં લાગુ કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.
મુંબઈના આ રેલવે સ્ટેશનોને સમાવેશ કરવામાં આવ્યો
મુંબઈમાં બોરીવલી, અંધેરી અને બાંદરા ટર્મિનસનો પહેલા સમાવેશ કરવામાં આવશે. કારણ કે, બોરીવલી અને બાંદરા ટર્મિનસથી ગુજરાત આવતી અને જતી ટ્રેનો ઊભી રહેતી હોય છે. જ્યારે અંધેરી મુંબઈની વાત કરવામાં આવે તો, તે વેસ્ટર્ન લાઈનનું લોકલ ટ્રેનોનું મહત્વનું કેન્દ્ર છે. આથી ઈન્ટરચેન્જ પણ સામેલ છે. આવા સ્ટેશનો પર લોકોની ભારે ભીડ રહેતી હોય છે. જેથી ટિકિટ સ્કેન કરવાની અહીં તાતી જરૂર છે.
ગુજરાતના આ રેલવે સ્ટેશનોને સમાવેશ કરવામાં આવ્યો
ગુજરાતની વાત કરવામાં આવે તો, આ યાદીમાં અમદાવાદમાં કાલુપુર, અસારવા અને સાબરમતી તથા સુરત, વડોદરા, વાપી અને ઉધના સહિતાના રેલવે સ્ટેશનનોને સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈન રેલવે સ્ટેશન પર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં વિચાર કરવામાં આવી શકે છે. આ દરેક રેલવે સ્ટેશન એવા છે જ્યા મોટી સંખ્યામાં લોકો ટિકિટ વિના પ્રવેશ મેળવી લે છે અને મુસાફરી પણ કરી લેતા હોય છે. જેના કારણે રેલવે વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તેથી રેલવે દ્વારા એક્સેસ કંટ્રોલનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હજી તો માત્ર નામની યાદી જ બનાવવામાં આવી છે. જો પ્રસ્તાવને મંજૂરી મળશે તો કામગીરી શરૂ કરવામાં આવશે.
આપણ વાંચો: ભુજ-નલિયા ટ્રેક પર પેસેન્જર ટ્રેનની ટ્રાયલઃ વડા પ્રધાન જાહેરાત કરે તેવી કચ્છવાસીઓને આશા
એક્સેસ કંટ્રોલની સિસ્ટમથી શું ફાયદો થશે?
રેલવે સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટસ પર સ્કેનર્સ એટલે કે એક્સેસ કંટ્રોલ મુકવામાં આવશે. જેના કારણે પ્લેટફોર્મ પર ભીડને નિવારી શકાશે. રેલવે સ્ટેશનનો ચોખ્ખા રાખી શખાશે. એટલું જ નહીં પરંતુ સ્ટેશન પર સલામતી પણ સ્થાપી શકાશે. જે લોકો માત્ર બેસવા માટે કે લૂંટના ઇરાદે આવતા હતા એને અટકાવી શકાશે. આ સાથે સાથે રેલવેને પણ કરોડો રૂપિયાની આવક થવાની છે.