અમદાવાદ

આજે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા જવાના હો તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર…

Ahmedabad News: 2024નો આજે અંતિમ (Goodbye 2024) દિવસ છે. 2025ના આગમનને હવે (Wel come 2025) ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. વર્ષના અંતિમ દિવસને ગુડબાય કરવા અને નવા વર્ષને વેલકમ કરવા અમદાવાદવાસીઓ થનગની રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ પણ વાંચો : Good News: Ahmedabad થી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે, આટલા ટકા કામ પૂર્ણ…

પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-સીજી રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સિંધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ 31મી ડિસેમ્બરના સાંજના 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે. ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદીર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકશે.

ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર જવર કરી શક્શે. જાહેરનામા પ્રમાણે, સમગ્ર શહેરમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અવર જવર કરી શક્શે નહીં. જે પૈકી પેસેન્જર વાહનો સિવાયના તમામ વાહનો એસજી હાઈવે પર 31મીની રાત્રે 8થી 1ની રાત્રીના 3 વાગ્યા સુધી અવર જવર કરી શક્શે નહીં.

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ પર 31મીએ 7 વાગ્યાથી 1લીના રાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પર પણ આ સમય દરમિયાન પ્રતિંબધ રહેશે.

આ પણ વાંચો : Gujaratમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી, ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું

પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે સીજી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી 31મી ડિસેમ્બરે સાંજના 6 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button