અમદાવાદ

પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં એનડીએ જીતશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીઓમાં એનડીએની મોટી જીત થશે, કારણ કે ભારતના લોકોએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને નકારી કાઢ્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા જ્યાં તેમણે રૂ. 1,500 કરોડના ખર્ચે ત્રણ રમતગમત સંકુલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ અને 2030 કોમનવેલ્થ ગેમ્સ પછી, અમદાવાદ 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરશે.

તેમણે કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી ભાજપનો વિજયનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. આજે આ તબક્કાથી, હું મમતાબેન (મમતા બેનર્જી) અને સ્ટાલિનજીને તૈયાર રહેવા કહેવા માંગુ છું. બિહાર પછી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં એનડીએનો વિજય થશે. પરિણામો આવવા દો. બંગાળ અને તમિલનાડુમાં તેમનો હાલના સત્તાધારી પક્ષનો સફાયો થઈ જશે, તેમ શાહે કહ્યું હતું.

અમદાવાદમાં અનેકવિધ પ્રકલ્પોની ભેટ આપી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે

તેમણે મતદાર યાદી અને ઈવીએમમમાં ગેરરીતિઓ અંગે વિપક્ષી નેતાના આરોપો પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઈવીએમ અને મતદાર યાદી પર દોષારોપણ કરતા રહે છે, જ્યારે હકીકત એ છે કે દેશના લોકો કોંગ્રેસ અને તેના ગઠબંધન ભાગીદારોને સ્વીકારી રહ્યા નથી, તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષી પક્ષો પાસે કોઈ નેતા કે નીતિ નથી, અને દેશના કોઈપણ ખૂણામાં તેમને સ્વીકારવામાં આવતા નથી, તેમ શાહે કહ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button