નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ લાઇસન્સ ફરજિયાત લેવું પડશે
Top Newsઅમદાવાદ

નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ લાઇસન્સ ફરજિયાત લેવું પડશે

અમદાવાદઃ નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે, આ સાથે જ એમાં કેટલાક કડક નિયમો પણ બનાવાયા છે. એમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત કરાયું છે તથા ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે નહીં.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબનું લાઇસન્સ/રજિસ્ટ્રેશન સત્વર ઝોન/વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઇન અરજી કરી લાઇસન્સ/રજિસ્ટ્રેશન ફરજિયાત મેળવી લેવાનાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબનું લાઇસન્સ/રજિસ્ટ્રેશન મેળવ્યા વગર ખાદ્ય ચીજવસ્તુઓનો ધંધો કરવો એ કાયદાકીય ગુના પાત્ર છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (રજિસ્ટ્રેશન એન્ડ લાઇસન્સિંગ ઓફ ફૂડ બિઝનેસીસ) રેગ્યુલેશન-2011ના શિડયૂલ 4ના નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.

આ નિયમો પર એક નજર કરીએ તો, નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સ્ટોલધારકોએ પોતાની અંગત સ્વચ્છતા, જેવી કે નખ કાપેલા હોવા જોઈએ, વાળ કાપેલા હોવા જોઈએ વગેરેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન સંચાલકોએ ફૂડ સ્ટોલ્સમાં ચેપી રોગથી પીડાતા કોઈ પણ ફૂડ હેન્ડલરને પ્રવેશ આપવો નહી.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન પેકિંગ રો-મટીરિયલના લેબલની ખાતરી કરી એનો ઉપયોગ કરી ખાદ્ય ખોરાક તૈયાર કરવો.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન આગ લાગે એવા સંજોગોમાં અગમચેતીના ભાગરૂપે ફાયર સેફ્ટીનાં સાધનો અવશ્ય રાખવાનાં રહેશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય ખોરાકને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ રાખવાનો રહેશે તેમજ યોગ્ય આવરણથી ખાદ્ય ખોરાકને ઢાંકીને રાખવો.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન વાસી કે બગડી ગયેલો ખાદ્ય ખોરાક વેચવો નહિ અને એનો સત્વર નાશ કરવો.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સ્ટોલધારકોએ એક્સપાયરી ડેટવાળો ખાદ્યપદાર્થ, ઠંડાં પીણાં, આઇસક્રીમ અને પેકેજડ ડ્રિન્કિંગ વોટરનો ઉપયોગ કરવો નહીં.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સ્ટોલની આસપાસની જગ્યામાં સફાઈનાં ઉચ્ચત્તમ ધોરણોનું પાલન કરવાનું રહેશે તેમજ સૂકા તથા ભીના કચરાની અલગ-અલગ ડસ્ટબિનની વ્યવસ્થા પણ તેમણે કરવાની રહેશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સ્ટોલધારકોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.

જાહેર આરોગ્ય, સલામતી અને વ્યવસ્થાને લગતી સંબંધિત સત્તાની શરતો અને વખતોવખત થતા આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નવરાત્રિ મહોત્સવ-2025 અંતર્ગત શહેરના તમામ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ, હોલ તથા જાહેર રાસ-ગરબાના આયોજન દરમિયાન અમદાવાદ મનપા હેલ્થ ફૂડ વિભાગ દ્વારા કાયમી ફૂડ સ્ટોલ્સધારકો / તદ્દન હંગામી ધોરણે ઊભા કરવામાં આવવાના છે એવા ફૂડ સ્ટોલ્સધારકોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબનું લાઇસન્સ/રજિસ્ટ્રેશન ડેઝિગ્નેટેડ ઓફિસર. ડો ભાવિન જોશીની પૂર્વમંજૂરી મેળવીને જ ઈસ્યુ કરવાનાં રહેશે.

આ પણ વાંચો…નવરાત્રિમાં મેઘાએ બોલાવી રમઝમાટ, હવે ખૈલાયાઓનું શું?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button