અમદાવાદ

સાપુતારા-નાસિક વચ્ચે ફોર લેન રોડ બનશે, પર્યટન સહિત વેપાર-ધંધાને પણ વેગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ પર્યટન અને બે રાજ્ય વચ્ચેની રોડ કનેક્ટિવિટી વધારવા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નાસિક જિલ્લામાં વાણી અને હટગઢ વચ્ચેના ૧૭ કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પટ્ટાને ફોર લેન રોડ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. આમ થવાથી ગુજરાતનું સાપુતારા પણ નસિક સાથે સીધું જોડાશે.

મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે અંતિમ જમીન સંપાદન સૂચના જાહેર કરી હતી, જે હેઠળ ૩ હેક્ટર અને ૫૭ ગુંઠા જમીન સંપાદન કરવામાં આવશે. ૨૦૨૪ માં જાહેર વાંધાઓ મંગાવવા માટે એક પ્રારંભિક સૂચના જાહેર કરવામાં આવી હતી. નિર્ધારિત એક વર્ષના સમયગાળામાં કોઈ વાંધો ન મળતાં, અંતિમ સૂચના હવે જાહેર કરવામાં આવી છે, જેનાથી બાંધકામ વહેલા શરૂ થાય તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યના જાહેર બાંધકામ વિભાગે આગામી કુંભ મેળાને ધ્યાનમાં રાખીને નાસિક-વાણી માર્ગને ચાર-માર્ગીય બનાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. વાણી-હાટગઢ પહોળો કરવાનો પ્રોજેક્ટ એકસાથે આગળ વધી રહ્યો હોવાથી, નાસિક-સાપુતારા કોરિડોર ઝડપી તો બનશે જ, પણ સાથે યુઝર ફે્રન્ડલી પણ બનશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળા દરમિયાન યાત્રાળુઓ અને પ્રવાસીઓની અવરજવરમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને કોરીડોર બનાવવામાં આવી રહી છે. આ ફોર લેન રોડ બન્યા બાદ નાસિક અને સાપુતારા વચ્ચેની એક ખૂબ જ સારી કનેક્ટિવિટી મળી જશે.

આ સાથે ધુળે અને નંદુરબારને પણ ફાયદો થશે અને નાસિક-સાપુતારા હાઈ વેને લીધે વેપાર-ધંધાને પણ લાભ થશે. નાસિકની ખેતપેદાશોને ગુજરાતમાં વધારે સારું બજાર મળી શકશે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button