નારોલમાં દંપતીના મૃત્યુ બાદ AMCએ કોન્ટ્રાકટરને શું આપ્યો આદેશ? થઈ શકે છે 50 હજારનો દંડ | મુંબઈ સમાચાર
અમદાવાદ

નારોલમાં દંપતીના મૃત્યુ બાદ AMCએ કોન્ટ્રાકટરને શું આપ્યો આદેશ? થઈ શકે છે 50 હજારનો દંડ

અમદાવાદઃ થોડા દિવસ પહેલા શહેરના નારોલ વિસ્તારમાં દંપતી પાણી ભરેલા ખાડામાં પટકાયા બાદ બંનેના વીજકરંટથી મોત થયા હતા. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં તમામ વીજ પોલનું ઈન્સ્પેક્શન કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં એએમસીએ ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરતા કોન્ટ્રાક્ટરને તમામ ઇલેક્ટ્રિક પોલની વિસ્તૃત તપાસ કરવા માટે સૂચના આપી હતી.

₹ 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જો કોઈ ઇલેક્ટ્રિક પોલ બિનકાર્યક્ષમ જણાય અથવા તેના વાયર ખુલ્લા હોય, તો કોન્ટ્રાક્ટરને ₹ 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પોલની જાળવણીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં આવશે, જેમાં તેમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ ઉપરાંત, એએમસીએ તમામ મ્યુનિસિપલ ઇમારતો, જેમ કે કોમ્યુનિટી હોલ અને જીમનું માસિક નિરીક્ષણ કરવાનો પણ નિર્ણય લીધો હતો. અધિકારીઓએ મિલકતોની સંપૂર્ણ તપાસ કરવા અને કોઈપણ પ્રકારના નુકસાનની ઓળખ કરવા આદેશ આપ્યો હતો. જો નિરીક્ષણ દરમિયાન કોઈ ક્ષતિગ્રસ્ત મિલકત જણાશે, તો તાત્કાલિક તેનું સમારકામ કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button