અમદાવાદ

નરોડા GIDCમાં દારુ પકડાયા બાદ પોલીસ કમિશનરની કાર્યવાહી; નરોડા પીઆઇને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ: અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં નમકીનના ધંધાની આડમાં બે બુટલેગરો દ્વારા વેંચાણના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. આ કેસમાં હવે જિલ્લા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. વી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

નમકીનના ધંધાની આડમાં દારૂનું વેચાણ
અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં નમકીનના ધંધાની આડમાં બે બુટલેગરો દ્વારા એક ગોડાઉન ભાડે રાખીને દારૂનું વેચાણ કરતા હતા. માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન એસએમસીએ ગોડાઉનમાંથી દારૂની 2326 બોટલ સાથે ટેમ્પોચાલકને ઝડપી લીધો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ નરોડા જીઆઈડીસીમાં સીમ્ફોની એસ્ટેટ શેડ નંબર-8માં નમકીનની આડમાં દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં 14.65 લાખની કિંમતની 2,326 દારૂની બોટલો ઝડપી પાડી હતી.આ સાથે જ રોકડ રકમ, મોબાઇલ અને બે વાહનો મળી કુલ 19.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રવિવાર રાતથી વોચ
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે રવિવારે રાતથી વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન વહેલી સવારે ટેમ્પોમાં દારૂ ભરાઈ રહ્યો હોવાની જાણ થતા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કિંમત 14.65 લાખની કિંમતની દારૂની 2326 બોટલ સાથે રાજુસિંહ રાવાતને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો : Video: અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો; જગન્નાથના દર્શન કર્યા…

નમકીનના પેકેટની આડમાં દારૂની ડિલિવરી
આરોપીની પૂછપરછમાં પોલીસને માસિક રૂ.23 હજારના ભાડાથી ગોડાઉન રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉન ભાડેથી રાખતા સમયે બંને આરોપીએ નમકીનનો ધંધા માટેનું કહ્યું હતું અને પોલીસને શંકા ન જાય તે માટે તેઓ ટેમ્પો, લોડિંગ રિક્ષામાં નમકીનના પેકેટની આડમાં દારૂની ડિલિવરી કરતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button