અમદાવાદ

સંબંધોનું ખૂની અંત! પત્ની સાથેના ઝઘડામાં સાળાઓએ બનેવીનો જીવ લીધો, 5મા માળેથી ફેંકી દીધો

અમદાવાદ: દિવાળીના દિવસોમાં ગુજરાતમાં અનેક હત્યાના બનાવ સામે આવ્યા હતા, જો કે આ ગુનાહિત સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. અમદાવાદના વાડજ સેક્ટર 3માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાળાઓએ મળીને બનેવીને 5મા માળેથી ફેંકી હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આ વાડજ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર, ભાઈબીજના બીજા જ દિવસે અમદાવાદમાંથી એક ચોંકવાનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. શહેરના વાડજ સેક્ટરમાં ભાવેશભાઈ મકવાણાને તેના સાળાઓએ મળીને પાંચમા માળેથી ફેંકી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યાના આ બનાવની પાછળનું કારણ પતિ અને પત્ની વચ્ચેનો અણબનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ભાવેશભાઈ મકવાણા 23 ઓકટોબરના રોજ પોતાના ઘરે હાજર હતા તે સમયે તેમના સાળાઓ આવ્યા હતા અને તેમના બહેન સાથે ચાલી રહેલા ઝઘડાને લઈને ભાવેશભાઈ સાથે બોલાચાલી અને મારામારી કરવા લાગ્યા હતા. જો કે આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે સાળાઓએ ભાવેશભાઈને પાંચમા માળેથી નીચે ફેંકી દીધા હતા. જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો:  કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ દિવાળી વેકેશનમાં કચ્છ પર્યટકોથી છલકાયું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button