અમદાવાદના નિકોલમાં એકતરફી પ્રેમમાં યુવકની હત્યા, જાણો વિગત | મુંબઈ સમાચાર

અમદાવાદના નિકોલમાં એકતરફી પ્રેમમાં યુવકની હત્યા, જાણો વિગત

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક પર બાઇકની ચાવીથી હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

શું છે મામલો

અમદાવાદના નિકોલમાં રહેતો ભાવેશ શ્રીમાળી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તે તેની જ સોસાયટીમાં રહેતી યુવતિને એક તરફી પ્રેમ કરતો હતો. યુવતિની સગાઈ થઈ ગઈ હોવા છતાં તેનો પીછો કરતો હતો. ગત રવિવારે યુવતિ પડોશમાં રહેતા યુવક સાથે બાઈક પર બેસીને તેના ગામડે જતી હતી. આ સમયે ભાવેશ પાછળથી આવ્યો હતો અને બંનેને અટકાવી ઝઘડો કર્યો હતો.

યુવતિ સાથે જતાં યુવકે ભાવેશ પર બાઈકની ચાવીથી પ્રહાર કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈના કહેવા મુજબ, મૃતક ભાવેશના પિતાએ તેમના પુત્રની હત્યાને લઈ એફઆઈઆર નોંધાવી હતી. તેમનો પુત્ર રવિવારે બપોરે 3 કલાકે કામથી બહાર જતો હોવાનું કહીને નીકળ્યો હતો.

થોડીવાર પછી સોસાયટીમાં રહેતી યુવતિએ ફોન કરીને બહાર આવવા જણાવ્યું હતું. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભીડ એકઠી થઈ હતી અને તેમનો પુત્ર લોહીલુહાણ હાલતમાં ત્યાં જોવા મળ્યો હતો. જેથી તેમણે 108ને ફોન કર્યો અને તેમના પુત્રને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી અને મૃતક ભાવેશ શ્રીમાળી બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. ભાવેશની હત્યા બાદ નિકોલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button