સાવધાનઃ દિવાળીના દિવસે ગુજરાતમાં 5300થી વધુ ઇમરજન્સી કેસ, 58 લોકો દાઝ્યાં | મુંબઈ સમાચાર
અમદાવાદ

સાવધાનઃ દિવાળીના દિવસે ગુજરાતમાં 5300થી વધુ ઇમરજન્સી કેસ, 58 લોકો દાઝ્યાં

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના દિવસે 58 લોકો દાઝ્યા હતા. અમદાવાદમાં 2800 સહિત રાજ્યમાં 5300થી વધુ ઇમરજન્સી કોલ નોંધાયા હતા. સૌથી વધારે 17 લોકો અમદાવાદમાં દાઝ્યા હતા. 108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ એટલે કુલ 5,389 ઇમરજન્સી કોલ મળ્યા હતા. રોડ અકસ્માતના 916 કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ પણ મળ્યા હતા.

રાજ્યમાં દાઝી જવાના કુલ 58 કોલ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા, જેમાં અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5, નવસારીમાં 4, વડોદરા અને વલસાડમાં 3-3, મહેસાણા-ભરૂચ-સુરેન્દ્રનગરમાં 2-2, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠામાં 1-1 કોલ મળ્યા હતા.

દિવાળીના દિવસે 108 એમ્બ્યુલન્સ અને 5,389 જેટલા કોલ ઈમરજન્સીના મળ્યા હતા. સામાન્ય દિવસોમાં 5199 જેટલા કોલ મળતા હોય છે. જો કે, દિવાળીના દિવસે 565 જેટલા વધુ કોલ મળ્યા હતા. અકસ્માતના પણ બનાવો ખૂબ વધારે સામે આવ્યા હતા. સામાન્ય દિવસોમાં 529 જેટલા અકસ્માતના કોલ ફાયર બ્રિગેડને મળતા હોય છે. જો કે, દિવાળીના દિવસે 916 જેટલા કોલ મળ્યા હતા.

દિવાળીના દિવસે રાજ્યાં અકસ્માતના કેસમાં વધારો થયો હતો. સુરતમાં 83.78 ટકા, અમદાવાદમાં 18.36 ટકા, રાજકોટમાં 85.65 ટકા, વડોદરામાં 42.59 ટકા, કચ્છમાં 98.11 ટકા, ભાવનગરમાં 90.57 ટકા વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સામાન્ય રીતે દિવસ દરમિયાન ઇમરજન્સીના સરેરાશ 2752 કેસ નોંધાતા હોય છે, જેની સામે દિવાળીના દિવસે 2800થી વધારે કેસ નોંધાયા હતા. આ રીતે અકસ્માતના 236 કેસની સામે 363 કેસ નોંધાયા હતા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button