ગુજરાતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 200થી વધુ કોરોના કેસ, જાણો આજનો આંકડો

અમદાવાદઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 200થી વધારે કેસ નોંધાયા હતા. આજે કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો હતો. આજે (11 જૂન) રાજ્યમાં કોરોનાના 203 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો કુલ આંકડો 1281 પર પહોંચ્યો હતો. 23 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 1258 ઓપીડી બેઝ સારવાર લઈ રહ્યા છે. આજે 149 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નહોતું.
અમદાવાદમાં આજે 159 નવા કેસ નોંધાયા
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં 159 જેટલા કેસ નોંધાયા હતા, જ્યારે 71 લોકોને ડિસ્ચાર્જ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 1260 જેટલા કેસ નોંધાયા છે જેમાં 859 જેટલા કેસો હાલ એક્ટિવ છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલ
ગુજરાત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈને લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે લોકોમાં કોરોનાના સામાન્ય લક્ષણ દેખાતા હોય તેમણે રથયાત્રામાં જવાનું ટાળવું જોઇએ. શરદી શરદી ખાંસીના લક્ષણો ધરાવનારા, કોમોર્બિડ દર્દી અને વૃદ્ધોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ. આવા લોકોએ ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ જેથી અન્ય લોકોને ચેપ ન લાગે તેમજ કોમોર્બિડ દર્દીને કોઇ નુકસાન ન થાય.
રાજ્યમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કોરોના કેસ
રાજ્યમાં છેલ્લા 8 દિવસમાં 1200થી વધારે કેસ નોંધાયા હતા. આઈપીએલ ફાઈનલ બાદ કોવિડ સંક્રમણ વધ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
10 જૂનઃ | 223 |
9 જૂનઃ | 235 |
8 જૂનઃ | 185 |
7 જૂનઃ | 182 |
6 જૂનઃ | 170 |
5 જૂનઃ | 167 |
4 જૂનઃ | 119 |
3 જૂનઃ | 108 |
આ પણ વાંચો…પાટનગર દિલ્હીમાં પણ કોરોનાનો ફફડાટ, જાણો શું છે લેટેસ્ટ પરિસ્થિતિ?