અમદાવાદ

ચિંતાજનક સ્થિતિ: અમદાવાદમાં દોઢ મહિનામાં 100થી વધુ લોકોએ ટૂંકાવ્યું જીવન

અમદાવાદ: આજનો સમય જેટલી ઝડપે આગળ વધી રહ્યો છે તેટલી જ ઝડપે સમાજની સામે અનેક સમસ્યાઓ ખડી કરી રહ્યો છે. જીવનના સંઘર્ષની સામે લડત આપવાને બદલે ખૂબ જ સામાન્ય ગણી શકાય તેવા કારણો સામે હાર માની લઈને અંતિમ પગલાં તરીકે આત્મહત્યાનો સ્વીકાર કરી લેવામાં આવે છે. આત્મહત્યાના વધતાં જતાં પ્રમાણે સમાજની સામે ચિંતા ઊભી કરી છે. તાજેતરમાં જ દેશમાં અનેક આપઘાતના બનાવોએ ભારે ચર્ચા જગાવી હતી, તે પૈકી અતુલ સુભાષ અને પુનિત ખુરાના આપઘાત કેસે ખૂબ ચર્ચા જગાવી હતી.

દોઢ મહિનાના જ 100 જેટલી વ્યક્તિઓએ આત્મહત્યા કરી

ગુજરાતમાં પણ આપઘાતના બનાવો ચિંતા વધારનારા છે. હાલ પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાના સમયગાળામાં જ 100 જેટલી વ્યક્તિઓએ આત્મહત્યા કરીને પોતાના જીવન ટૂંકાવી લીધાં છે. જેમાં 13 પુરુષો, 35 મહિલાઓ, 1 સગીર હતા, એટલે કહી શકાય કે શહેરમાં દરરોજ બેથી વધુ વ્યક્તિ કોઈપણ કારણના લીધે આપપાત કરે છે. જે ગંભીર સ્થિતિ સૂચવે છે.

આ પણ વાંચો: ચિંતાજનકઃ કચ્છમાં 24 કલાકમાં ત્રણે જીવન ટૂંકાવ્યુંઃ બે જણે તો યુવાનીમાં પગ મૂક્યો હતો

આજથી બે દિવસ પૂર્વે જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રીજનલ ઓફિસમાં કરાર આધારીત પટાવાળા તરીકે ફરજ બજાવતા રોહિત નામના યુવાને ઓફિસમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતાં પહેલાં તેણે રડતાં-ંરડતાં અંતિમ વીડિયો બનાવીને ઉપરી અધિકારી પર માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ લગાવ્યા હતા.

ખૂબ સામાન્ય કારણોમાં આત્મ હત્યાનું પગલું

પહેલાના સમયમાં આત્મ હત્યા પાછળનાં કારણો બહુ જુદા હતા. પરંતુ આજના સમયે આત્મ હત્યા પાછળનાં કારણોની તપાસ કરવામાં આવે તો ખૂબ જ સામાન્ય હોય છે. પરિવાર તરતથી આપવામાં આવતો ઠપકો, ગેમમાં હારી જવું, સોશિયલ મીડિયાથી થતો પ્રેમ, કોઈનું માઠું લાગી આવવું, આર્થિક સંકડામણ, પરીક્ષામાં ઓછા માર્ક આવવા જેવા અનેક કારણો આત્મ હત્યા માટેની દુષ્પ્રેરણા આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button