અમદાવાદ

Ahmedabad માં 2036 ના ઓલિમ્પિક માટે રીવ્યુ મિટીંગમાં બ્લુપ્રિન્ટ તૈયાર, ઉચ્ચ કક્ષાની કમીટી નિયુક્ત કરાઈ…

અમદાવાદઃ દેશમાં સ્પોર્ટસને વેગ આપવા મોદી સરકાર ગુજરાતમાં જ આગામી કોમનવેલ્થ ગેઈમ અને જો બીડ સફળ થાય તો 2036માં અમદાવાદમાં(Ahmedabad) ઓલિમ્પિક યોજવા માટેની તૈયારી કરી રહી છે. આ માટે વૈશ્વિક ખેલ મહોત્સવ માટે સમીક્ષા અંગે એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ હતી. આ ખેલ મહોત્સવ માટે ખેલકુદ સંકુલ વિશ્વ કક્ષાના વિશાળ સ્વીમીંગ પુલ અને ઓલિમ્પિક વિલેજ જેવી વ્યવસ્થા ઉપરાંત અમદાવાદ અને તેની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વધારવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

ઉચ્ચ કક્ષાની કમીટી નિયુક્ત કરી

ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર આસપાસ ઓલિમ્પિકની મોટાભાગની ગેમ રમાડી શકાય તે માટેની સુવિધાઓ વિકસાવવા કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક માટે આ મીટિંગમાં ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સરકારે સંભવીત બીડને ધ્યાનમાં લઈને આ માટે ઉચ્ચ કક્ષાની કમીટી નિયુક્ત કરી છે.

આ પણ વાંચો : Ahmedabad માં 2036 ઓલિમ્પિકના આયોજન માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ પૂરજોશમાં…

ટેકનોલોજી સપોર્ટ સહિતની તમામ પર ધ્યાન કેન્દ્રીત કરશે

અમદાવાદ ગાંધીનગર ઉપરાંત ભોપાલ ગોવા, મુંબઈ, પુને જેવા સ્થળો પર પણ કોઈને કોઈ ઓલિમ્પિક ખેલ સ્પર્ધા યોજાય તેવી ધારણા છે. આ માટે બે પ્રકારે બજેટ ઘડાયા છે. એક ઓલિમ્પીક ગેઈમ માટેની સુવિધા અને સંચાલન ખર્ચ અને બીજુ અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ જે લાંબાગાળાનું આયોજન છે. તેનો સમાવેશ કરાયો છે.અમદાવાદમાં હોટેલ સહિતની સુવિધા ટ્રાન્સપોર્ટેશન, ટેકનોલોજી સપોર્ટ સહિતની તમામ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button