અમદાવાદ

રેવન્યુ તલાટી ભરતીમાં અરજી કરવાનું ચૂકી ગયા? તો હવે આ તારીખ સુધી અરજી કરી ભરી શકાશે ફી!

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યમાં રેવન્યુ તલાટી (Revenue Talati Recruitment) વર્ગ-૩ ની ૨૩૮૯ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેની અરજી પ્રક્રિયાનો 10 જૂનના રોજ રાત્રે 11:59 કલાકે છેલ્લો દિવસ હતો. જો કે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરેલી પરંતુ ટેકનિકલ કે અન્ય કારણોસર તેઓ સમયસર અરજી ફી ભરી શક્ય ન હોય તેવું આયોગને ધ્યાને આવતા આયોગે ઓનલાઈન અરજી અને ફી ભરવાની મુદ્દત વધારી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓમાં “મહેસૂલ તલાટી” વર્ગ-૩ સંવર્ગ માટેની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ તા. 24-05-2025થી તા. 10-06-2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, પરંતુ ઘણા ઉમેદવારો ટેકનિકલ કારણોસર અથવા અન્ય મુશ્કેલીઓના કારણે અરજી કન્ફર્મ કરી શક્યા ન હતા અથવા પરીક્ષા ફી ભરી શક્યા ન હતા. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, GSSSB એ ઓનલાઈન અરજી કરવાની અને ફી ભરવાની સમયમર્યાદા લંબાવી છે.

કયા સુધી ભરી શકાશે પરીક્ષા ફી?

આથી ઉમેદવારો માટે હવે ઓજસ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 જૂન 2025 (રાત્રિના 11:59 કલાક સુધી) તેમજ પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: તા. 13-06-2025 (રાત્રિના 11:59 કલાક સુધી) રહેશે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને તેમની અરજી પૂર્ણ કરી શકે છે અને બાકી રહેલી ફી ભરી શકે છે.

તે ઉપરાંત આયોગે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તા. 12-06-2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. તમામ સંબંધિત ઉમેદવારોને આ ફેરફારોની નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો…રેવન્યુ તલાટી ભરતી: 2389 જગ્યાઓ સામે આવી 4.86 લાખથી વધુ અરજીઓ, આજે છેલ્લો દિવસ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button