આગનો ગોળો બનેલા વિમાનમાંથી ‘ચમત્કારિક’ રીતે મળ્યા ભગવદ્ ગીતા અને બાળ ગોપાલ

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે વિમાન ટકરાયું હતું. જે બાદ આગનો ગોળો બની ગયું હતું.
રેક્સ્યૂ ઓપરેશન દરમિયાન દુર્ઘટનાની ભયાનક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્ક્યૂ ટીમને ભગવદ્ ગીતા મળી હતી.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ અને DVR મળ્યા, રહસ્ય ખૂલવાની આશા
કોઈ મુસાફર હિન્દુ ધાર્મિક ગ્રંથને તેની સાથે લંડન જઈને જતો હતો. દુર્ઘટનામાં મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ચુક્યો હતો પરંતુ ભગવત્ ગીતા સંપૂર્ણ સુરક્ષિત છે. ધાર્મિક ગ્રંથનું એક પણ પેજ બળ્યું નથી.
આ વીડિયો પર યૂઝર્સ પણ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે તેને ચમત્કાર ગણાવ્યો છે. જ્યારે એક યુઝરે તબાહી વચ્ચે ખરેખર માર્મિક ક્ષણ ગણાવી હતી.
બાળ ગોપાલ પણ મળ્યા
ધોળકાના કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જીનલ અને વૈભવના લવ મેરેજ થયા હતાં. જીનલ પટેલને સાત માસનો ગર્ભ હોવાથી ગત 30 મેના રોજ લંડનથી તેઓ સીમંતની વિધિ માટે પોતાના વતન આવ્યા હતા.
ગત 5 જૂનના રોજ તેમનું શ્રીમંત રાખવામાં આવ્યું હતું. સીમંત વિધિ પતાવી આ દંપતી લંડન જઈ રહ્યું હતું. બાળ ગોપાલ સીમંત દરમિયાન જીનલ પટેલના હાથમાં હતા. હાલ માત્ર બાળ ગોપાલ બચ્યા છે. જ્યારે વૈભવ પટેલ, જીનલ પટેલ અને તેમના ગર્ભમાં રહેલું સાત માસનું બાળક પણ જીવીત નથી.