અમદાવાદમાં રૂપિયા આપવા છતાં મકાનનો કબજો ન મળતા સગીરાનો આપઘાત: 6 લોકો સામે ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના ગોમતીપુરમાં ખરીદેલા મકાનનો કબજો ન આપવામ આવતા સગીરાએ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે ખરીદેલા મકાનનો કબજો આપવામાં ન આવતા માનસિક તણાવનો ભોગ બનેલી સગીરાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે મકાન ખાલી ન કરનારા છ લોકો સામે ગુનો નોંધાયો હતો.
મળતી વિગતો અનુસાર અમદાવાદના ગોમતીપુરમાં રહેતા એક પરિવારે ચોકસીની ચાલીમાં રહેતા સુમનબેન સોનવણેનું મકાન રૂ.15.50 લાખમાં ખરીદ્યું હતું. જેનો વેચાણ કરાર પણ કરાવવામાં આવ્યો હતો. જો કે મકાનના સોદા મકાન માલિક જગન્નાથ સોનવણેનું અવસાન થતા અંતિમ વિધિ માટે થોડા દિવસ મ મકાનમાં રહેવા વિનંતી કરી હતી અને વિધિ પૂર્ણ થયા બાદ મકાનનો કબજો સોંપી દેશે તેમ જણાવ્યું હતું.
અંતિમ વિધિ બાદ સુમનબેન સોનવણે મકાનનો કબજો સોંપી દીધો હતો પરંતુ સુમનબેનના પુત્ર દિનેશે મકાન ખાલી કરવાથી ના પાડીને મકાન ખરીદનાર પરિવાર સાથે ઝઘડો કરતો હતો. જો કે નીચેના માળે ખરીદી કરનારા પરિવારે પોતાનો કબજો લઈને તેમનો સામાન રાખ્યો હતો. જો કે દિનેશ સોનવણે થોડા દિવસ પહેલા ઝઘડો કરીને મારામારી કરી હતી, અને તે મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ ઘટનાક્રમથી ફરિયાદીની નાની સગીર વયની દીકરી માનસિક તણાવમાં આવી ગઈ હતી, તે સતત વિચાર કરી રહી હતી કે સામેવાળા મકાન નહીં આપે તો આપણા પૈસા ડૂબી જશે. આ માનસિક તણાવના કારણે જ સગીરાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાય તે માટે ઉચ્ચ સ્તર સુધી રજૂઆત કરવામાં આવી હતી. અંતે પોલીસે દિનેશ સોનવણે, સહીત પરિવારના છ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘ મહેર: ૭૬ ડેમ હાઈએલર્ટ પર, સરદાર સરોવરમાં ૭૬% થી વધુ પાણી