મેવાણીની સંઘવીને સલાહ; લોકોને પૂછો કે દારૂના અડ્ડાના હપ્તા ગાંધીનગર કોને પહોંચતાં હતા!

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સતત ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં જ પોલીસના પટ્ટા ઉતારી નાખવાના વિવાદિત નિવેદન બાદ સરકાર અને જીગ્નેશ મેવાણી સામસામે આવી ગયા હતા. આરોપ-પ્રત્યારોપના દોરમાં હવે જીગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહ પ્રધાનને સલાહ આપી છે. તેમણે વડગામ, બેચરાજી, અંબાજીમાં દારૂના અડ્ડા ચાલતા હોવાનો આરોપ કર્યો છે.
કોંગ્રેસ સાંસદ જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર (X) પર આરોપ કર્યો હતો કે,”વડગામ પધારી રહેલા ગૃહ પ્રધાન હું ગઈ કાલે બેચરાજી હતો અને બેચરાજીના લોકોએ મને કહ્યું કે બેચરાજી મંદિરની તદ્દન નજીક 100 મીટરના અંતરમાં જ વરલી મટકાનો કારોબાર ચાલતો હતો અને ૨૦૦થી ૨૫૦ મીટરના અંતરે જ દારૂના અડ્ડા ચાલતા હતા. જે અઠવાડિયા પહેલા જ બંધ થયા.”
અંબાજી મંદીર ફરતે ચાલતા અડ્ડાઓના હપ્તા ગાંધીનગરમાં કોને મોકલવા પડે છે?@abpasmitatv @VtvGujarati @gujratsamachar @tv9gujarati @sandeshnews @Jamawat3 @Zee24Kalak @TOIAhmedabad @TOISurat @GujaratFirst @news24tvchannel @ANI @PTI_News @VGujaratNews1 @7gujaratnews @gujaratnews pic.twitter.com/aYgMptD7xt
— Jignesh Mevani (@jigneshmevani80) December 4, 2025
તેમણે આગળ કહ્યું હતું કે, “તમે આજે વડગામ છો, કદાચ તમે મઘરવાડા મંદિરના દર્શને જશો અથવા અંબાજી મંદિરના દર્શને જશો. મઘરવાડાના લોકોને, બનાસકાંઠાના લોકોએ, વડગામ વિધાનસભાના લોકોને પૂછજો કે મઘરવાડા કે અંબાજી મંદિરની ૨-૩ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલતા હતા? અને જો હા તો વહીવટ કોણ કરતું હતું? અને ઉપર ગાંધીનગર હપ્તા કોને પહોંચાડવામાં આવતા હતા?”
ઉલ્લેખનીય છે કે “ગજરાતના ગંભીર જનમુદ્દાઓને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો મહેસાણાના બેચરાજીથી પૂર્ણ થયો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: SIRમાં સમસ્યાઓ, ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોને શું કરી વિનંતી?



