ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર પણ દોડશે મેટ્રો, 3 વર્ષમાં એરપોર્ટ સુધી લઈ જવાનું છે આયોજન

અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ફેઝ-2 અને ફેઝ-2બીનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. આવતા વર્ષથી કોટેશ્વરથી એરપોર્ટ સુધી 6 કિમીનું તેમજ ગિફ્ટ સિટીમાં પ્રથમ તબક્કામાં 3 કિમીના રૂટનું કામ શર થશે. ત્રણ વર્ષમાં એરપોર્ટ સુધી અને ગિફ્ટ સિટીની અંદર મેટ્રો દોડશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફેઝ-2 કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીનો હશે. 6 કિલોમીટરના આ રૂટ પર આશરે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં કોટેશ્વર રોડથી હાંસોલ, તાજ સર્કલ સુધી એલિવેટેડ અને ત્યાર પછી એરપોર્ટ સુધી ટનલ રૂટ હશે. આ રૂટ પર 3 એલિવેટેડ, 1 અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવાશે.
ફેઝ-2બીમાં ગિફ્ટ સિટીની અંદર 3.3 કિમીનો રૂટ બનાવાશે. હાલ ગિફ્ટ સિટી ગેટ સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ થઈ ચુક્યું છે. ફેઝ-2બી હેઠળ 10 કિમી પ્રસ્તાવિત રૂટમાંથી પ્રથમ તબક્કામાં 3.3 કિમી રૂટ પર કામ શરૂ કરવામાં આવશે. આશરે 900 કરોડના ખર્ચ થશે. આ રૂટમાં 3 એલિવેટેડ સ્ટેશન હશે.
અમદાવાદ મેટરો ફેઝ-2નો રૂટ મોટેરાથી મહાત્મા મંદિરનો છે. મેટ્રો ટ્રેન સચિવાલય સુધી જાય છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના 5.5 કિમી રૂટનું કામ ચાલી રહ્યું છે. વર્ષ 2019માં શરૂ થયેલા ફેઝ-2નું કામ માર્ચ 2024માં પૂરું થવાનું હતું પરંતુ ડિસેમ્બર 2025 સુધી લંબાવાયું છે. ફેઝ-2નું લગભગ 90 ટકા કામ પૂરું થયું છે.
આ પણ વાંચો…મેટ્રો-થ્રીમાં ઑક્ટોબરમાં ૩૮ લાખ ૬૩ હજાર પ્રવાસીઓએ પ્રવાસ કર્યો…



