
અમદાવાદ: શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી અને આથી વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મેફેડ્રોનનો મોટો જથ્થો ઝડપાયો હતો.
મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અરવલ્લી જિલ્લાના બે યુવકો દ્વારા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે અને આ બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમે શહેરના નિકોલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
આપણ વાંચો: ભૂતપૂર્વ બોડીબિલ્ડર અને ભાજપના નેતાનો પુત્ર મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો
પોલીસની વોચ દરમિયાન બે યુવકોને મેકેડ્રોનના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તે બન્નેની પાસેથી 489 ગ્રામ 410 મિલીગ્રામનો જથ્થો ઝડપાયો હતો. જેની કિ.રૂ. ૪૮,૯૪,૧૦૦/- જેટલી થતી હોય તેમજ બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪૯,૦૫,૧૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બન્ને આરોપીની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શહેરના ભક્તિ સર્કલ નિકોલ પોલીસ સ્ટેશન રોડ એચ.પી. પેટ્રોલ પંપ પાસે આવકાર હોમ્સ બિલ્ડીંગ વચ્ચે ઝડપાઈ ગયેલા બન્ને વ્યક્તિઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના હોવાનું સામે આવ્યું હતું.
આપણ વાંચો: 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…
મેફેડ્રોનની હેરાફેરી કરી રહેલા ઝડપાયેલ આરોપીઓમાં (૧)પિયુષભાઈ સોમાભાઈ પટેલ (ઉંમર વર્ષ ૩૯ )રહે – તિરૂપતિ ગોકુલધામ સોસાયટી બાયપાસ રોડ,મકાન નંબર ૧૮૮, મોડાસા અને (૨)સચિનસિંહ પ્રફુલસિંહ પુવાર રહે અમરદીપ સોસાયટી જુની આર.ટી.ઓ ઓફિસ પાસે,મકાન નંબર ૬૭, મોડાસાનો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી સચિનસિંહ પુવાર પાસેથી પ્રેસનું ઓળખ પત્ર પણ મળી આવ્યું હતું. આથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બન્ને આરોપીની સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એન.ડી.પી. એસ. એક્ટની કલમ ૮ (સી) ૨૨ (સી)૨૯ મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.