ચાલુ સિઝનમાં ગુજરાતમાં ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ સુધી વરસાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન | મુંબઈ સમાચાર

ચાલુ સિઝનમાં ગુજરાતમાં ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ સુધી વરસાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન

પેટાઃ ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. તાપીના કુકરમુંડામાં 2.4 ઈંચ, નિઝારમાં 1.97 ઈંચ, ઉમરપાડામાં 1.57 ઈંચ, સાગબારામાં 1.46 ઈંચ, જામનગરમાં 1.06 ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એક તાલુકામાં બે ઈંચથી વધારે, ચાર તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 98 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ચાલુ સિઝનમાં રાજ્યના ૪૨ તાલુકામાં સરેરાશ ૪૦ ઇંચ સુધી, ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ સુધી જ્યારે ૧૨૬ તાલુકાઓમાં સરેરાશ ૧૦ થી ૨૦ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

આપણ વાંચો: ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, 24 કલાકમાં 153 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ ૪૬.૮૯ ટકાની સામે કચ્છમાં સૌથી વધુ ૫૬ ટકા વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૧.૧૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૯૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૫.૨૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૧.૬૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ૩૪ ડેમ હાઈએલર્ટ, ૨૦ એલર્ટ ૧૯ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૪૮.૨૧ ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા
અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે ૬૮૫નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ મોટાભાગના રોડ-રસ્તા તેમજ એસ.ટી બસના રૂટ કાર્યરત છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button