અમદાવાદ

ગુજરાતમાં 187 તાલુકામાં મેઘમહેર, જાણો કયાં પડ્યો સૌથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 187 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જાંબુઘોડામાં 2.4 ઈંચ વરસાદ પડ્યો હતો.

લખપતમાં 1.89 ઈંચ, પોરબંદરમાં 1.85 ઈંચ, ભરૂચમાં 1.81 ઈંચ, ચીખલીમાં 1.73 ઈંચ, વસલાડમાં 1.73 ઈંચ, કરજણમાં 1.73 ઈંચ, પ્રાંતિજમાં 1.57 ઈંચ, કલ્યાણપુરમાં 1.54 ઈંચ, ગણદેવીમાં 1.38 ઈંચ, બાવળામાં 1.26 ઈંચ, વાઘોડીયામાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આપણ વાંચો: કચ્છના કાંઠાળ વિસ્તારો પર મેઘમહેર જારી: માંડવીમાં વધુ ત્રણથી સાડા ચાર ઈંચ વરસાદ

દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ

સવારથી દ્વારકા પર મેઘરાજા મહેબાન થયા હતા. દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસતાં ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા હતા અને ભારે કરંટ જોવા મળ્યો હતો. જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી હતી.

આપણ વાંચો: ઉત્તરાખંડમાં ભારે વરસાદથી રોડ બ્લોક, બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ, ચાર દિવસ ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસની શું છે આગાહી

હવામાન વિભાગે 29-30 જૂનના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ કેટલો વરસાદ પડ્યો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button