ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેગા કેમ્પ

અમદાવાદઃ પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ Department of Pension & Pensioners’ Welfare (DoPPW), દ્વારા 1 થી 30 નવેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ Digital Life Certificate (DLC) ઝુંબેશ 4.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપક્રમે આજે અમદાવાદના પાલડીમાં ટાગોર હોલ ખાતે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેગા કેમ્પ પેન્શનરોને વિવિધ ડિજિટલ મોડ દ્વારા તેમના લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવામાં મદદરૂપ થવા માટે યોજવામાં આવી રહ્યા છે. યુઆઈડીએઆઈ જ્યાં જરૂર પડે ત્યાં આધાર રેકોર્ડ અપડેટ માટે સપોર્ટ પૂરો પાડશે.
આપણ વાચો: આઠમા પગાર પંચમાં પેન્શનરોને મળી શકે છે રાહત, સરકારે આપ્યો આ સુધારો કરવાના સંકેત
.ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ 4.0 લગભગ 2,000 થી વધુ શહેરો અને નગરોમાં બે કરોડ પેન્શનરો સુધી પહોંચવાના ઉદેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે, જેનાથી પેન્શનરો બાયોમેટ્રિક ઉપકરણો વગર તેમના સર્ટિફિકેટ સરળતાથી સબમિટ કરી શકે છે.
ગુજરાતના 82 શહેરો અને 107 સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ જિલ્લાઓ અને પેટા વિભાગોને આવરી લેવામાં આવશે. કુલ 107 નોડલ અધિકારીઓ આ શિબિરોનું સંચાલન કરશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
 


