અમદાવાદ

Meesho ‘Loot Gift’ ની ખોટી લિંકથી ચેતજો! એક ક્લિક અને ખાતું ખાલી થઈ શકે છે.

અમદાવાદ: મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે આજે સામાન્ય માણસ પણ ઓનલાઈન શોપિંગ કરે છે, ત્યારે ઓનલાઈન શોપિંગની એપ્સને સાયબર ગઠિયાઓ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે લોકોને ચેતવીને કહ્યું છે કે Meesho Loot Gift ના નામે અજાણી લિન્ક પર ક્લિક ન કરતાં નહિતર બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી શકે છે.

પશ્ચિમ કચ્છ એસપીએ ટ્વીટર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, “તાજેતરમાં WhatsApp પર “Meesho – Maha Loot Gifts 1” નામથી એક ખોટી લિંક મોકલવામાં આવે છે. આવી લિંક પર ક્લિક ન કરો અને કોઈપણ માહિતી ન આપો. આવી લિંક્સ તમારા બેંક ડીટેઇલ્સ અને વ્યક્તિગત માહિતી ચોરવા માટે બનાવવામાં આવે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે શોપિંગ માટે Meeshoની સત્તાવાર વેબસાઇટ meesho.com છે, તેના પરથી જ ખરીદી કરવી. તમારા મિત્રો અને પરિવારને પણ સાવધાન કરો. ચાલો મળીને સાયબર છેતરપિંડી સામે જાગૃતિ ફેલાવીએ.

એસપી (SP), પશ્ચિમ કચ્છની પોસ્ટ બાદ મીશો તરફથી ટ્વીટ કરીને જાણ કરવામાં આવી હતી કે, મિશોએ આ બાબત અમારા ધ્યાન પર એસી પશ્ચિમ કચ્છનો આભાર માન્યો હતો. મીશોએ નિવેદનમાં જણાવ્યું હતું કે મીશો દ્વારા કોઈ લકી ડ્રો કે તેવી કોઈ ઑફલાઇન ઇવેન્ટ ચલાવવામાં આવતી નથી. વળી, CVV (સીવીવી) કે OTP (ઓટીપી) જેવી કોઈ માહિતીની માંગણી પણ કરતા નથી. મીશોએ વિનંતી કરતાં કહ્યું હતું કે આવા પ્રકારની ધમકીઓ/કૌભાંડો સામે કડક પગલાં લો અને સાથે જ, મહેરબાની કરીને, મીશોના નામે થતા આ પ્રકારના છેતરપિંડીના પ્રયાસોમાં સામેલ થવાથી કે તેને ધ્યાનમાં લેવાથી બચો.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button