અમદાવાદ

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરનારા કયા ગુજરાતી IPS અધિકારીને DGP તરીકે મળ્યું પ્રમોશન?

અમદાવાદઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી હતી. નોટિફિકેશન મુજબ, 1994 બેચના IPS અધિકારી મનોજ શશિધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBIમાં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. મનોજ શશિધરને સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી હતી.

1994 બેચના IPS મનોજ શશિધર કેરળના છે. તેમણે એમએ અને પછી એલએલબી કર્યું છે. તેઓ અત્યાર સુધી સીબીઆઈના દિલ્હી મુખ્યાલયમાં એડિશનલ ડિરેક્ટર હતા. મનોજ શશિધરને ઓક્ટોબર 2016 માં વડોદરા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે 21 IPS અધિકારીઓની બદલી કરી અને તેમને વડોદરાની જવાબદારી સોંપી હતી. અગાઉ તેઓ ગાંધીનગર રેન્જ IGP હતા. મનોજ શશિધરે તે સમયે ઇ. રાધાકૃષ્ણનનું સ્થાન લીધું હતું. તેઓ જુલાઈ 2018 સુધી વડોદરા CP હતા. આ સમય દરમિયાન એક કિસ્સો બન્યો હતો. આમાં દક્ષિણ ભારતીય પરિવારના એક ભાજપ અધિકારીએ 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. વડોદરા મેડિકલ કોલેજમાં પ્રવેશના નામે આ છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે આ મામલો તેમના સુધી પહોંચ્યો ત્યારે તેમણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 21 લાખ રૂપિયાની વસૂલાત સુનિશ્ચિત કરી હતી. આ સાથે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

વડોદરા પછી, તેમને ગોધર-પંચમહાલ IG રેન્જના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે સમયે તે ADGP રેન્કના અધિકારી હતા. આ જવાબદારી પછી, સરકારે તેમને ગાંધીનગરના પોલીસ ભવનમાં ADGP (ઇન્ટેલિજન્સ) ના પદ પર ટ્રાન્સફર કર્યા હતા. ત્રણ મહિના પછી, નવા આદેશમાં, તેઓ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયા હતા. મનોજ શશિધરને 2018 માં ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. CBI માં તેમની પોસ્ટિંગ દરમિયાન, મનોજ શશિધરને એપ્રિલ 2020 માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સોંપવામાં આવી હતી. તેમની સાથે ગુજરાત કેડરના IPS ગગનદીપ ગંભીર અને અન્ય બે IPS અનિલ યાદવ અને નુપુર પ્રસાદ ટીમમાં હતા. ત્યારબાદ CBI એ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે FIR નોંધી હતી.

આપણ વાંચો:  ચિંતાજનક આંકડાઃ ગુજરાતમાં શિશુ મૃત્યુદરમાં છોકરાનું પ્રમાણ વધુ, એક કિલોથી ઓછા વજન સાથે જન્મેલા 66 ટકાના મોત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button