અમદાવાદમાં બન્યો શરમજનક કિસ્સો: પિતરાઈએ ભાઈ સાથે કરેલું કારસ્તાન ભારે પડ્યું, જાણો મામલો!
Ahmedabad News: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતરાઈ ભાઈએ મજાકમાં તેના ભાઈના ગુપ્તાંગમાં કોમ્પ્રેસર પાઇપ નાખ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઘટના બની ત્યારે પીડિત પ્રકાશ તેના ભાઈ ઘેવાભાઈ અને મિત્રોને મળવા ગયો હતો. આ લોકો કડીમાં એક મેટલ કંપનીમાં કામ કરતા હતા. સાંજે બધા આરામ કરી રહ્યા હતા ત્યારે પ્રકાશના પિતરાઈ ભાઈ અલ્પેશે મજાકમાં તેના ગુપ્તાંગમાં કોમ્પ્રેસર પાઇપ ધકેલી દીધો, જેના કારણે પીડિતના શરીરમાં હવા ભરાઈ ગઈ હતી.
આથી પ્રકાશને ઉલટી થવા લાગી અને બેભાન થઈ ગયો. જે બાદ તેને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર ફર્યું બુલડોઝર; 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર
પોલીસે કહ્યું, રવિવારે પ્રજાસત્તાક દિવસે પ્રકાશની કંપની બંધ હોવાથી તે તેના પિતરાઈ ભાઈને મળવા ગયો હતો. પ્રકાશના ભાઈ ઘેવાભાઈના જણાવ્યા અનુસાર, અલ્પેશ કોમ્પ્રેસર પાઇપમાં હવાનું દબાણ વધારે હોવાનું જાણતો હતો. તેમ છતા તેણે પીડિતના ગુપ્તાંગમાં કોમ્પ્રેસર પાઇપ નાખ્યો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ઘેવાભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.