‘વિદેશી’ હેલિકોપ્ટર અમદાવાદમાં થયું લેન્ડ, જાણો સાચી હકીકત શું છે?

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન મુદ્દે અનેક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહ્યાં છે. તેવામાં અત્યારે એક વિદેશી હેલિકોપ્ટર અમદાવાદમાં લેન્ડ થયું હોવાની માહિતી સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહી છે. સોશિયલમાં એક પોસ્ટ શેર થઈ છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એક હેલિકોપ્ટરે પાકિસ્તાનના કરાચીથી ઉડાન ભરી હતી અને ભારતના હવાઈ ક્ષેત્રમાં આવ્યાં બાદ અમદાવાદ ખાતે લેન્ડ થયું હતું. પરંતુ આ મામલે સાચી હકીકત પ્રકાશમાં આવી છે અને પુષ્ટિ કરવામાં આવી છે કે, આ હેલિકોપ્ટર પાકિસ્તાનનું નહીં પરંતુ મલેશિયાની કંપનીના હતા.

હેલિકોપ્ટરની ટ્રાવેલ હિસ્ટ્રીનો ફોટો પણ વાયરલ થયો
ચોંકાવનારી વાત એ છે કે, આ હેલિકોપ્ટરની ટ્રાવેલ હિસ્ટ્રીનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ હેલિકોપ્ટર સાઉદી અરેબિયાથી ગ્વાદર, કરાચીથી અમદાવાદ પહોંચ્યું હોવાનું જણાઈ રહ્યું છે, જો કે, તેની વાસ્તવિકતા મુદ્દે અનેક સવાલો પણ થઈ રહ્યાં છે. કારણે કે, ભારત સરકાર, એરપોર્ટ ઓથોરિટી કે ભારતીય સેના દ્વારા આની કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સાચી હકીકત અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. પાકિસ્તાન માટે ભારતે એરસ્પેસ બંધ કરી દીધો છે, તો પછી આ હોલિકોપ્ટર ભારતમાં પ્રવેશ કરે તે વાત શક્ય જ નથી.

પાકિસ્તાની હોલિકોપ્ટર ભારતમાં પ્રવેશ કરી જ ના શકે!
આ વાયરલ પોસ્ટમાં જે હેલિકોપ્ટરની વાત થઈ રહી છે તે હેલિકોપ્ટર N118NZ અને N114DV બંને મલેશિયન કંપની AGL/AlCCના હતા અને તે હેલિકોપ્ટરની ફ્યુઅલ કેપેસિટી ઓછી થઈ ગઈ હોવાથી અહીં અમદાવાદ ખાતે લેન્ડ થયાં હતા. આ હેલિકોપ્ટર આવતી કાલે ઈન્દોર, જબલપુર, રાંચી, કોલકાતા અને બાંગ્લાદેશ થઈને મેલેશિયા પહોંચશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મૂળ રીતે તો તે પાકિસ્તાની છે જ નહીં! મહત્વની વાતએ છે કે, ડિફેન્સને લગતી કોઈ પણ પોસ્ટ કે વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે, કોઈ શંકાસ્પદ માહિતી શેર કરવામાં આવશે તો પોસ્ટ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. કારણે કે, આ મુદ્દે સરકારે પહેલા જ એડવાઇઝરી જાહેર કરેલી છે.