અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, મુંબઈથી આવતી ફ્લાઈટનું બેવાર લેન્ડિંગ થયું ફેલને પછી….

અમદાવાદઃ શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈ આવતી ફ્લાઈટનું બેવાર લેન્ડિંગ ફેલ થયું હતું. જોકે જયપુરમાં સફળ લેન્ડિંગ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, આજે સવારે એક્સા એરની ફ્લાઈટ 8.40 કલાકે મુંબઈથી ટેકઓફ થઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર 10 વાગ્યે લેન્ડિંગ ટાઈમ હતા. પરંતુ લેન્ડિંગ સમયે કોઈ ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. ફ્લાઈટને બે વખત લેન્ડ કરવામાં આવી હતી પરંતુ બંને પ્રયાસ નિષ્ફળ ગયા હતા. જેથી મુસાફરો ફફડી ઉઠ્યા હતા. આ પછી ફ્લાઈટને જયપુર લઈ જવામાં આવ્યા હતા. જયપુર એરપોર્ટ પર સફળ લેન્ડિંગ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જ્યાં 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. એર ઇન્ડિયાની ફલાઈટ AI171 (બોઇંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાના માત્ર 32 સેકન્ડ પછી ક્રેશ થઈ ગઈ હતી. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે મેડિકલ કોલેજ હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં જમીન પર કુલ મૃત્યુઆંક 260 પર પહોંચ્યો હતો. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. તપાસમાં એન્જિનમાં ઇંધણ કાપ અને સંભવિત ટેકનિકલ ખામી હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને યાદ કરીને લોકો હજુ પણ ધ્રુજી ઉઠે છે.

આપણ વાંચો:  સુરતમાં 36 વર્ષની નાયબ મામલતદાર હિનિષા પટેલના મોત પાછળ બહાર આવ્યું ચોંકાવનારું કારણ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button