અમદાવાદ

અમદાવાદમાં 20 જેટલી લકઝરી હોટલોએ ગંદા પાણીના નિકાલ માટે ચૂકવવો પડશે વધારે ચાર્જ, જાણો શું છે કારણ

અમદાવાદઃ શહેરમાં આવેલી 20 જેટલી લકઝરી હોટલોએ ગંદા પાણી માટે વધારે કિંમત ચૂકવવી પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 હજાર લિટર પ્રતિ દિવસ કરતાં વધુ ગંદુ પાણી ઉત્પન્ન કરતી હોટલો પર વધારાની ફી લાદવામાં આવશે. જેનાથી વાર્ષિક બિલ રૂ. 2 લાખ સુધી વધી શકે છે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય

વિશ્વ બેંક દ્વારા નાણાકીય સહાય માટે નિર્ધારિત કરવામાં આવેલા માર્ગદર્શિકાને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એકવાર આ ચાર્જ અમલમાં આવ્યા બાદ AMC ને વિશ્વ બેંક તરફથી ₹125 કરોડ સહાય પ્રાપ્ત થશે. આ સહાય ₹3,000 કરોડના મોટા પ્રોજેક્ટનો એક ભાગ છે, જે હેઠળ શહેરભરમાં જૂની ડ્રેનેજ લાઈનોને બદલવા, નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બનાવવાનું કાર્ય હાથ ધરવાનું છે.

કઈ કઈ હોટલો છે આ લિસ્ટમાં

સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ 20 લક્ઝરી હોટેલો — જેમાં તાજ સ્કાયલાઈન, આઈટીસી નર્મદા અને હયાત રીજન્સી જેવી થ્રી-સ્ટારથી લઈને ફાઈવ-સ્ટાર પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આવી હોટલ દરરોજ 10 હજાર લિટર પ્રતિ દિવસ કરતાં વધુ ગંદુ પાણી છોડે છે. આ હોટેલોને હવે મ્યુનિસિપલ સિસ્ટમમાં ગટરનું પાણી છોડવા બદલ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

તેમણે કહ્યું કે આ ચાર્જ વિશ્વ બેંકના માર્ગદર્શિકાનું પાલન કરવા અને અમદાવાદના ગંદા પાણી વ્યવસ્થાપન માળખાને મજબૂત કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button