અમદાવાદમાં શાકભાજીની દુકાનમાંથી દારુ પકડાયો

અમદાવાદઃ શહેરના થલતેજમાં શાકભાજીની દુકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 104 બોટલ દારૂ અને 68 કાર્ટન બિયર જપ્ત કરીને 3 લોકોની ધરપકડ કરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાની સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે, સુહાસ કોમ્પ્લેક્સમાં આવેલી ભૂમિ વેજિટેબલ નામની શાકભાજીની દુકાનમાંથી દારૂનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન, દુકાનમાંથી 104 બોટલ વિદેશી દારૂ અને 68 કાર્ટન બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાંથી નકલી ભારતીય પાસપોર્ટ સાથે 40 બાંગ્લાદેશી ગુમ, આ રીતે થયો પર્દાફાશ…
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, દારૂનો જથ્થો ઝડપાવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. ગુજરાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદો જોડાયેલી છે, અને મોટાભાગે આ રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. દમણથી પણ વાપી-વલસાડ થઈને દારૂ ગુજરાતમાં આવે છે.