
અમદાવાદઃ શહેરમાં 31 ડિસેમ્બર પહેલા દારૂની કિંમતમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, પીસીબી અને ક્રાઈમબ્રાંચે દરોડા પાડીને દારૂનો મોટા પાયે જથ્થો ઝડપી પાડ્યો છે. જેના કારણે બુટલેગરોમાં બીક બેઠી છે. બુટલેગરો દ્વારા હાલ એક બોટલની ત્રણ ગણી કિંમતમાં વધારો થયો છે.
શહેરમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બરમાં યોજાતી પાર્ટીઓ માટે બુટલેગરો વિવિધ રાજ્યોમાંથી મોટા પાયે દારૂનો જથ્થો મંગાવીને સ્ટોક કરે છે. પરંતુ સ્ટેટ મોનીટરિંગ સેલ, પીસીબી, ક્રાઈમબ્રાંચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ખૂબ મોટા પ્રમાણમાં દરોડા પાડીને આશરે દોઢ કરોડ જેટલો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પીસીબીએ સરસપુરના ગોડાઉનમાં દરોડ પાડીને 77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જે કેસમાં પોલીસ કમિશનરે શહેરકોટડા પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા.
થોડા સપ્તાહ સુધી શહેરમાં વિદેશી દારૂ છૂટથી મળતો હતો પરંતુ પોલીસની કડક કાર્યવાહીના કારણે જથ્થો ઓછો હોવાથી બુટલેગરોએ ભાવ ત્રણ ગણો વધારી દીધો છે. જેથી અમદાવાદમાં 800થી 1000 રૂપિયામાં મળતી દારૂની બોટલની કિંમત 2500 થી 3000 સુધી પહોંચી છે. જ્યારે બ્રાન્ડેડ દારૂની બોટલની કિંમત 8000 થી 10,000 સુધી પહોંચી છે. બીયરના ટીનનો ભાવ પણ 500 રૂપિયા સુધી પહોંચ્યો છે.
ગિફ્ટ સિટી બાદ સરકારની ક્યાં છે નજર
ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં છૂટછાટ અપાયા બાદ હવે સરકારની નજર સુરતના ડાયમંડ બુર્સ પર હોવાની ચર્ચા થઈ રહી છે. ડાયમંડ બુર્સમાં પણ સરકારને ધાર્યું પરિણામ મળ્યું નથી, ઓફિસો ખાલી પડી છે, ડાયમંડના વેપારીઓ મુંબઈથી અહીં આવવા તૈયાર નથી. આ જોતાં સરકાર આગામી દિવસોમાં ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટ આપે તેવી અટકળો વહેતી થઈ છે.
ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે પરમિટ લેવામાંથી છૂટછાટ અપાઈ હોવાની જાહેરાત બાદ મુંબઈ સમાચારે આ અંગે એક ટોક શો કર્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રવક્તા અભિષેક શુક્લા પ્રવક્તા અને ભાજપના પ્રવક્તા નીલેશ સોલંકીએ તેમના અભિપ્રાય રજૂ કર્યા હતા.
આપણ વાંચો: રાજુ સોલંકીએ જયરાજસિંહ પાસેથી 2 કરોડ લઈ ગણેશ ગોંડલ સાથે સમાધાન કર્યું ?



