અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા, પોલીસ ત્રાટકતાં જ ઉડી ગયા હોશ

અમદાવાદઃ શહેરના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓ ઝડપાયા હતા. જેમાં એક યુવતિ પણ હતી. પોલીસને બાતમી મળી હતી કે એક ખાનગી કલબના પાર્કિગમાં અમુક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાં છે, જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરી તો સ્થળ પરથી 9 લોકો ઝડપાયા હતા.
પકડાયેલા તમામ ઈસમો મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં આવ્યા હતા અને સાથે સાથે દારૂ પણ લઈને આવ્યા હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. મહેફિલ માણતા હતા તે જ વખતે પોલીસ ત્રાટકતાં હોશ ઉડી ગયા હતા.
આપણ વાંચો: ગુજરાતમાં નમો શ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય
બોપલ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ક્લબ ઓ 7 ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે. જેના આધારે બોપલ પોલીસે રેડ કરી હતી અને એક યુવતિ સહિત નવ લોકોને ઝડપી લીધા હતા. નબીરાઓએ ક્લબ ઓ 7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસની રેડ દરમિયાન આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, 2 બીએમડબલ્યુ કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો હતો.