દારૂ બંધીના ઉડ્યાં લીરે લીરાઃ અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ કરી ખુલ્લેઆમ પાર્ટી

અમદાવાદઃ શહેરમાં કાયદા અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સિંધુભવન રોડ કોઈકને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંધુભવન રોડ પર નબીરાઓ ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરી રહ્યાં છે અને હાથમાં દારૂ લઈને મજા માણી રહ્યાં છે. ત્યારે પોલીસની પેટ્રોલિંગ પર લોકોના સવાલ ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો…અંજાર પાયલ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ પ્રેમ પ્રકરણ સહીત આ કારણ પણ બન્યું જીવલેણ
અમદાવાદના સિંધુભવન રોડ શોપિંગ સેન્ટરના પગથિયા પર બેસીને ખુલ્લેઆમ દારૂની પાર્ટીનો આ વીડિયો સાગર પરમાર નામના વ્યકિતના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં અપલોડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં પોલીસે અમિત ડાભીની કરી અટકાયત કરી હતી. પૂછપરછમાં કેટલાકનો ગુનાહિત ઈતિહાસ હોવાનું બહાર આવ્યું હતો.
આ અપલોડ વીડિયોમાં ખાસ વાત એ છે કે ઈસ્કોન પોલીસ ચોકીની નજીક જ 5થી 7 નબીરાઓ જાહેરમાં દારૂની પાર્ટી માણી હતી, અને ખુલ્લેઆમ મ્યુઝિકના તાલે દારૂની મહેફિલ જમાવી હતી. વીડિયોમાં પોલીસની બીક રાખ્યા વિના ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા.