અમદાવાદ

જમીન માફિયા બેફામ; અમદાવાદમાં એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની 689 ફરિયાદો…

અમદાવાદ: ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જો કે લેન્ડ ગ્રેબિંગ કરનારાને રોકવા માટે રાજ્ય સરકારે સામે કાયદો બનાવ્યો હોવા છતાં મોટા પ્રમાણમાં જમીન માફિયાઓ ત્રાહિત વ્યક્તિની જમીન પચાવવા ષડયંત્રો કરતા હોય છે તેવી અમદાવાદ જિલ્લા-શહેરમાં ડિસેમ્બર-2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ 689 ફરિયાદો મળી છે.

Also read : રેલવેના પ્રવાસીઓઃ અમદાવાદથી આવન-જાવન કરતી આ ટ્રેનોની આ માહિતી નોંધી લો…

ગાંધીનગર માં લેન્ડ ગ્રેબિંગની 293 ફરિયાદો
ગાંધીનગર શહેર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની 293 ફરિયાદો મળી છે. તો અમદાવાદ જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માગતી છેલ્લા બે વર્ષમાં કુલ 11,320 અરજીઓ મળી છે, તેમાંથી 6413 મંજૂર કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ હતી.

કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેર-જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો અને તેની પર કરાયેલી કાર્યવાહી અંગે જાણકારી માગતો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના લેખિત જવાબમાં મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાંથી 310 અને જિલ્લામાંથી 279 ફરિયાદો મળી છે.

Also read : PM Modi એ ગુજરાતની 2.5 લાખ મહિલાઓને રૂપિયા 450 કરોડની સહાય અર્પણ કરી, જી-મૈત્રી યોજનાનું લોન્ચિંગ કર્યું…

ગાંધીનગર શહેરમાં 47 અને જિલ્લામાંથી 246 ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદો સંદર્ભે કાર્યવાહી કરાઇ હોવાનું પણ જવાબમાં વધુમાં જણાવાયું હતું. ભાજપના હાર્દિક પટેલ દ્વારા અમદાવાદ જિલ્લામાં ડિસેમ્બર-2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બિનખેતી પરવાનગી માગતી કરાયેલી અરજીઓ અને અપાયેલી મંજૂરીઓ અંગેના જવાબમાં સૌથી વધુ સાણંદ તાલુકામાં 2009 અરજીને મંજૂરી અપાઇ હોવાનું જણાવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button