અમદાવાદમનોરંજન

અત્યારે એકદમ ગોરી લાગતી કિંજલ દવેનો જૂનો ફોટો જોશો તો ઓળખી પણ નહીં શકો…….

અમદાવાદઃ કિંજલ દવે તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી. જે બાદ ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ન્યાત બહાર કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે બે દિવસ પહેલા કિંજલે અમદાવાદમાં સગાઈ રીસેપ્શન યોજ્યું હતું. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા છે. હાલ એકદમ ગોરી લાગતી કિંજલ દવેનો બાળપણના ફોટા વાયરલ થયા છે.

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર, 1999ના રોજ બનાસકાંઠામાં થયો હતો. એક મધ્યમ વર્ગીય પરિવારમાં તેનો ઉછેર થયો હતો. કિંજલે નાની ઉંમરથી જ ગાવનું શરૂ કર્યું હતું. ચાર ચાર બંગડીવાળી ગીત સુપરહિટ થયા બાદ તેણે પાછું વળીને જોયું નથી. આ પછી તેણે ‘લેરી લાલા’, ‘છોટે રાજા’ અને ‘બબ્બે રે બબ્બે’ જેવા અનેક લોકપ્રિય ગીતો આપ્યા. આ ગીતોને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળ્યા અને તેમના ચાહકોની સંખ્યામાં મોટો વધારો થયો. 2020 સુધીમાં, તેઓ આધુનિક ગુજરાતી લોક સંગીતનો સૌથી જાણીતો ચહેરો બની ગઈ હતી.

એક રિપોર્ટ પ્રમાણે, કિંજલ દવે જ્યારે નાની હતી ત્યારે તેના પરિવારની સ્થિતિ સારી નહોતી. તેના પિતા રત્ન કલાકાર હતા. તેમણે અમદાવાદ, મુંબઈ, સિદ્ધપુરમાં કામ કર્યું હતું. બાળપણમાં કિંજલ દવેના પરિવાર માટે સંઘર્ષમય દિવસો હતા. એક રૂમના ઘરમાં રહેવાથી લઈ હીરામાં આવેલી મંદીમાં પરિવાર ભારે આર્થિક સંકડામણથી પસાર થયો હતો.

કિંજલ દવેની સગાઈનો શું છે વિવાદ
કિંજલ દવેએ તાજેતરમાં આંતરજ્ઞાતિય સગાઈ કરી હતી. કિંજલે અન્ય જ્ઞાતિમાં સગાઈ કરી હોવાથી ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં બેઠકમાં સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને કિંજલ દવે તથા તેના પરિવારને ન્યાત બહાર મુકવાનો આકરો નિર્ણય લીધો હતો.

કિંજલ દવેએ સમાજના ન્યાત બહાર કરવાના નિર્ણય પર શું કહ્યું

ઔદિચ્ય બ્રહ્મ સમાજના આ નિર્ણય બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે કહ્યું જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.

તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?

આપણ વાંચો:  કિંજલ દવેએ ન્યાત બહારના ફતવાને ઘોળીને પી જઈ સગાઈનું રીસેપ્શન યોજ્યું, કોણ કોણ રહ્યા હાજર ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button