ખ્યાતિ કાંડઃ કાર્તિક પટેલની નફ્ફટાઈ- કહ્યુંઃ લાંબો સમય જેલમાં જ રહેવાની તૈયારી સાથે પરત ફર્યો છું
અમદાવાદઃ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ કાંડનો આરોપી રાહુલ જૈન હાલ જેલમાં છે અને તેને જેલની બહાર નીકળવું છે તેને માટે તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે, તપાસમાં સહકાર આપવાની બાંહેધરી સાથે આ અરજી કરવામાં આવી છે. રાહુલ જૈન ગ્રામ્ય વિસ્તારના તબીબનો સંપર્ક કરીને કેમ્પ યોજતો અને દર્દીઓને હોસ્પિટલ લાવતો હતો, વર્ષ 2022-24માં 71.80 લાખ ગેરરીતિથી મેળવ્યાનો આરોપ રાહુલ જૈન પર છે. ક્રાઇમ બ્રાન્ચ હાલમાં હોસ્પિટલ કાંડ કેસની તપાસ કરી રહી છે. હાલમાં આ કેસમાં સંડોવાયેલા લગભગ તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
કાર્તિક પટેલે શું કહ્યું?
કાર્તિક પટેલે કહ્યું કે, હૉસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો. હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું. કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુ મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ હતી. EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તેમજ મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ હતી,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. ઉપરાંત કંપનીના 18 વ્યવહારો અંગે ઈડીની તપાસ ચાલતી હોવાની કબૂલાત કરી હતી.
ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન દ્વાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો 4થી ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. અરજદાર રાહુલ જૈન હોસ્પિટલનો નાણાકીય વ્યવહાર સંભળાતો હતો. આ કેસમાં 73 સાહેદો છે. પોલીસે આ કેસમાં દર્દીઓની સારવારની ફાઈલો, એન્જિયોગ્રાફીની CD, કોમ્પ્યુટર, 7 મોબાઈલ વગેરે કબ્જે કર્યા છે.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલ કોર્ટમાં રજૂ કરાયો, કહ્યું- મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ…
આરોપીએ બે વર્ષમાં રૂ. 71.80 લાખ મેળવ્યા
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આગાઉ સહ આરોપી સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલના આગોતરા જામીન નકાર્યા હતા. અરજદાર આરોપીએ બે વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાંથી 71.80 લાખ રૂપિયા મેળવ્યા હતા. અમદાવાદના 50 કિલોમીટર વિસ્તારમાં ડોકટરોને દર્દીઓને ખ્યાતિમાં રીફર કરવા પૈસા આપતો હતો. તે હોસ્પિટલના નાણાકીય વ્યવહારથી માહિતગાર છે.