
અમદાવાદઃ ખ્યાતિ કેસને (khyati case latest update) લઈ મોટા સમાચાર છે. ક્રાઈમ બ્રાંચ (crime branch) દ્વારા આજે કોર્ટમાં ચાર્જશીટ (chargesheet) દાખલ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 5670 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ 7 સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. પોલીસે 19 ઈલેકટ્રોનિક પુરાવા, 36 ફાઇલો અને 11 રજીસ્ટર કબ્જે કર્યા હતા. તેમજ 34 બેંક એકાઉન્ટની વિગત પણ મેળવી હતી.
Also read : જાણો .. Hardik Patel એ કેમ માન્યો ગુજરાત સરકારનો આભાર
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી ડાયરેકટર કાર્તિક પટેલ થોડા દિવસ પહેલાં ઝડપાયો હતો. જે બાદ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક, ચિરાગ અને રાહુલની સાથે રાકીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પીએમજેએવાયમાં કરોડોની આવક થતાં વધુ ચાર હૉસ્પિટલ બનાવવાની યોજના હતી. આ માટે ગોતા, સાબરમતી અને નરોડામાં હૉસ્પિટલ માટે ખ્યાતિ મેડિકેર પણ સ્થાપી હતી. તેમજ ચિરાગ રાજપૂત ધંધો વધારવા માટે દબાણ કરતો હતો અને ડમી કર્મચારીઓ બતાવીને પગાર ચૂકવ્યાનું દર્શાવી હૉસ્પિટલ ખોટમાં ચાલતી હોવાનું બતાવતા હતા.
કાર્તિક પટેલ સમગ્ર ઘટનાથી વાકેફ હતો. તેની સૂચના મુજબ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા હતા. પીએમજેએવાય કૌભાંડથી કરોડોની આવક થતાં ચાર હૉસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે ખ્યાતિ મેડિકેર નામની કંપની સ્થાપી હતી. જેમાં તે ડાયરેક્ટર હતો. આ હૉસ્પિટલ તૈયાર કરવાની જવાબદારી ચિરાગ રાજપૂતને આપી હતી.
ખ્યાતિ હૉસ્પિટલ નુકસાન કરતી હોવાનું બતાવવા માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂતના સંબંધીઓને હૉસ્પિટલમાં કર્મચારીઓ બતાવીને પગાર કર્યા બાદ નાણાં બારોબાર ઉપાડી લેતા હતા. આ માટે બનાવટી ઑફર લેટર પણ તૈયાર કર્યા હતા. આ ઉપરાંત હૉસ્પિટલને સારી આવક થાય તે માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને દબાણ કરતો હતો અને નિયમિત મીટિંગ કરતો હતો.
Also read : Ahmedabad ને મળશે ન્યુ મૉડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, જાણો એએમસીના પટારામાં શહેર માટે બીજું શું શું છે?
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.