ગુજરાતમાં ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો, 40 ગામોને અસર | મુંબઈ સમાચાર

ગુજરાતમાં ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો, 40 ગામોને અસર

મહેમદાવાદ : ગુજરાતમાં ખેડા અને મહેમદાવાદને જોડતો કોઝવે તૂટી પડ્યો છે. આ કોઝ-વે મહેમદાવાદના સાદરા અને સમાદરા તાલુકાને જોડે છે. આ કોઝ-વે તૂટતા 40 જેટલા ગામનોને અસર થઇ છે. તેમજ ગ્રામજનોને અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે.

કોઝ-વે વર્ષ 1995માં બનાવવામાં આવ્યો

આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક રોડ અને રસ્તા ધોવાયા છે. તેમજ નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવે પણ ડૂબ્યા અને તૂટ્યાં છે. ત્યારે ભારે વાહનોની અવર જવરના કારણે ખેડામા મેશ્વો નદી પરનો કોઝ વે તૂટ્યો છે. આ કોઝ-વે વર્ષ 1995માં બનાવવામાં આવ્યો હતો. તેના સમારકામ માટે અવાર નવાર રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ વહીવટીતંત્રએ આ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના લીધે આ કોઝ- વે તૂટી પડ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહી

જયારે સમાદરા ગામના રહીશોએ જણાવ્યું હતું કે, આ કોઝ-વે પરથી રાત દિવસ ગેરકાયદે ખનન કરતા વાહનો પસાર થાય છે. આ અંગે પણ અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

આપણ વાંચો:  આજે ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button