Kankaria Carnival 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલ 2024 તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ-2024 દરમ્યાન સાતેય દિવસ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ-2024ના 7 દિવસના કાર્યક્રમ માટે 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
કાંકરિયા કાર્નિવલ-2024ના 7 દિવસના કાર્યક્રમ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. સાત દિવસના કાર્યક્રમમાં 5045 કરોડની રકમનો વીમો લેવાયો છે, જેમાં ચાર સ્ટેજ તેમજ અન્ય સ્ટ્રક્ચર માટે 10 કરોડ, ભૂકંપ માટે 10 કરોડ આતંકવાદ માટે 10 કરોડ અને જાહેર જવાબદારીની સુરક્ષા માટે 5 કરોડ, ફાયર માટે 10 કરોડ અને કાર્નિવલના સલાણીઓ માટે 1 લાખથી 5 લાખ પ્રતિ વ્યક્તિ ગણતરી કરી 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
કાંકરીયા કાર્નિવલ-2024 દરમ્યાન નગરજનોના મનોરંજન માટે સાતેય દિવસો દરમ્યાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકરો ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજુ કરશે.આ ઉપરાંત સ્ટેન્ડ અપ કોમેડી શૉ, રોક બેન્ડ પર્ફોર્મન્સ રજુ કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ-2024 દરમિયાન લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલ તરંગ અને વાયોલીન તથા સંતુર વાદન, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.