અમદાવાદ

કાલુપુર સ્ટેશન રિડેવલપમેન્ટઃ બે રેલવે સ્ટેશન પર નહીં મળે બસની સુવિધા, 4 બસના રૂટ બદલાશે…

અમદાવાદઃ ગુજરાત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત નવા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં જૂના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રિનોવેટ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં સૌથી જૂના કાલુપુર રેલવે સ્ટેશનના (Kalupur Railway Station Redeveloment) ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat માં હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે કરી આ આગાહી

આ પ્રોજેક્ટ અંતર્ગત સારંગપુર રેલવે ઓવર બ્રિજના (sarangpur railway over bridge renovation) રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કારણે બંને સ્ટેશનો પર બસની સર્વિસ બંધ રહેશે. ઉપરાંત સારંગપુર રેલવે સ્ટેશન પણ દોઢ વર્ષ સુધી બંધ રહેશે. તેથી આ રૂટ પરથી પસાર થતી બીઆરટીએસ બસોનો રૂટ બદલવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સાંરગપુર રેલવે ઓવર બ્રિજને 2 જાન્યુઆરી, 2025 થી લઈ 30 જૂન 2026 સુધી બંધ કરવામાં આવ્યો છે. આ સાથે 2 જાન્યુઆરીથી બીઆરટીએસ બસના રૂટને પણ બદલવામાં આવ્યા છે.

સારંગપુર બ્રિજના નવ નિર્માણથી ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તરફથી આતા વાહનો અંબિકા બ્રિજ, એપરલ પાર્ક થઈને અનુપમ સિનેમા રોડનો ઉપયોગ કરી શકશે. ગીતા મંદિરથી રેલવે સ્ટેશન સામે સારંગપુર સર્કલ થઈ કાલુપુર સર્કલ વન વે જઈ શકશે. જેનો ઉપયોગ કરીને મોતી મહલ હોટલ થઈને કાલુપુર સર્કલ તથા અલગ અલગ રસ્તા પર કરી શકાશે.

આ પણ વાંચો : HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે તારીખ થઈ જાહેર, આ તારીખ સુધી કરી શકાશે અરજી

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ગત જૂન મહિનાથી શરૂ કરવામાં આવ્યું હતું. જેને 2027 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્યાંક છ. 2387 કરોડ રૂપિયાના ખર્ચથી 2,47,116 વર્ગ મીટરનું મલ્ટી મૉડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસિત કરવામાં આવી રહ્યું છે. તેમાં 3319 વાહનો માટે પાર્કિંગની સુવિધા હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button