અમદાવાદ
એક રિક્ષા ઊભી રાખવાને મામલે થઈ ગઈ મારામારી, મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશને

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે સામાન્ય બાબતને કારણે એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ મારામારીની ઘટના બની હતી. રીક્ષા રોકવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં મહિલાઓ પણ એકબીજાની સામે આવી ગઈ હતી.
ગામમાં રીક્ષા રોકવા મામલે એક જ કોમના બે જૂથ એકબીજા સામે બાખડી પડ્યા હતા. આ ઝગડાએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે મહિલાઓએ પણ છૂટ્ટા હાથની મારામારી કરી અને બે જણને ઈજા થઈ અને સારવાર માટે તેમને હૉસ્પિટલે લઈ જવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ આવી પહોંચી હતી અને મામલો થાળે પાડી 13 સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવ્યા હતા અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ શરૂ કરાવ્યું હતું.



