અમદાવાદ

જૂનાગઢ આશ્રમના મહંત ફરી કહ્યા વિના ચાલ્યા ગયા

અમદાવાદઃ જૂનાગઢના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાક ગુમ થઈ જવાની ખબરોએ ચકચાર મચાવી હતી. થોડા સમય પહેલા જ તેઓ ગુમ થયા હતા અને લગભગ 80 કલાકની જહેમત બાદ મળ્યા હતા. હવે તેઓ જસદણના સાણથલી ગામથી પરિવારને જાણ કર્યા વિના નીકળી ગયા હોવાથી પરિવાર પણ ચિંતામાં છે.

તેમણે આશ્રમના આંતરિક મુદ્દાઓથી નારાજ થઈ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી અને ત્યારબાદ આશ્રમ છોડી નીકળી પડ્યા હતા. પોલીસે મોટી ટીમો સાથે સર્ચ ઓપરેશન લૉંચ કર્યું હતું અને તેઓ ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તેમની તબિયત પણ બગડી હોવાથી તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર વિવાદ બાદ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ મહાદેવગીરી બાપુ સામે કડક પગલાં લીધા હતા અને તેમને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને અન્ય કોઈપણ ભારતી આશ્રમમાં પર તેમને પ્રવેશવા ન દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

ત્યારબાદ તેઓ પરિવાર સાથે રહેતા હતા, પરંતુ આજે વહેલી સવારથી તેઓ ઘર છોડી નીકળી ગયા હોવાની ખબરે ફરી ચકચાર જગાવી છે.

આપણ વાંચો:  અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનો દરવાજો બંધ છે કારણ કે તાળાની ચાવી ગુમ છે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button