જૂનાગઢના કેશોદમાં નજીવી બાબતે ખેડૂત હત્યા કેસમા 11 લોકોની ધરપકડ

અમદાવાદ: જૂનાગઢના કેશોદમાં નજીવી બાબતે ખેડૂત હત્યા કેસમા પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો એક જ પરિવારના છે. આ ઘટનાની વિગત મુજબ ગત 12મી એપ્રિલના રોજ પહેલા બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરવામાં આવતા ખેડૂતનું મોત થયું હતું. જેમા ખેતરના રસ્તે ચાલવા બાબતની તકરારને લઇ ખેડૂતની હત્યા કરવામા આવી હતી. છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલી રહેલ હતી
કેશોદના પાણખાણ ગામે કાકા- ભત્રીજા મળી ગાંગણા પરિવારના કુલ ચાર પુરૂષ સભ્યો ટ્રેક્ટર લઈ તેમની વાડીએ જતાં હતાં ત્યારે રસ્તા આવતા પરિવારના સભ્યોએ હુમલો કરી વૃદ્ધ ખેડૂતની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ડેપ્યુટી ક્લેક્ટરમાં કેસ દાખલ કર્યો હતો
આ ઘટના અંગે રણજીતસિંહ ગાંગણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકા ભાયા ગાંગડા એ શેઠા પાડોસી નાજા જોટાની બાજુનું ખેતર સાત મહિના પહેલાં લીધું હતું. આ ખેતરમાં જવાનો રસ્તો નાજાભાઈના ખેતરમાં થઈ જતો હોય રસ્તા બાબતે મનદુખ ચાલતું હતું આથી નાજાભાઈએ ડેપ્યુટી ક્લેક્ટરમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં નાજાભાઈ અરજી અગ્રાહ્ય રાખવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમા મંદી, માત્ર 113 જહાજો ભંગાણ માટે આવ્યા
4 મહિલા સહિત 16 વિરૂદ્ધ કેસ દાખલ
આ બનાવ મુદ્દે નિવેદન નોંધી 4 મહિલા સહિત 16 વિરૂદ્ધ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી ૨ચી હત્યા કર્યાનો ગુનો નોંધી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દરમિયાન પોલીસે 11 વ્યક્તિઓની ધરપકડ કરી વધુ આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.