કોંગ્રેસમાં ભડકો! જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું “રાહુલ જીનું તો માનો….”

અમદાવાદ: અમરેલીમાં દલિત યુવાનની હત્યાની ઘટના બાદ તે ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી છે. કોંગ્રેસના નેતાઓની ઢીલી કામગીરીથી કોંગ્રેસ પક્ષથી નારાજ થયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે સીધું નિશાન તાક્યુ હતું.
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
— Jignesh Mevani (@jigneshmevani80) May 31, 2025
કાઢો ને, શેની રાહ જુઓ છો?
બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા – આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં??
મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને,
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાની X પોસ્ટમાં આકરા શબ્દોમાં લખ્યું છે કે, “હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા – આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં?? મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!”
https://x.com/jigneshmevani80/status/1928783481636557038
જીગ્નેશ મેવાણીની પોસ્ટ શું આપે છે સંકેત?
જીગ્નેશ મેવાણીની આ પોસ્ટથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓની કામગીરી અને નિષ્ક્રિયતાથી અત્યંત નારાજ છે. ‘બી ટીમ’, ‘ફૂટેલી કારતૂસો’, અને ‘સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા’ જેવા શબ્દપ્રયોગો કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને કેટલાક નેતાઓના પક્ષ પ્રત્યેની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કરે છે.
આપણ વાંચો: ધોરણ 1 થી 5 ની 7000 શિક્ષકોની ભરતી રદ, મેરિટ ગણતરીમાં ગડબડ થવાથી લેવાયો નિર્ણય!
રાહુલ ગાંધીએ કહ્યું હતું કાર્યવાહી કરશું
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અમદાવાદ પ્રવાસ દરમિયાન કહ્યું હતુ કે, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની અંદર રહેલા ઘોડાને અલગ કરશે અને રેસના ઘોડાને દોડાવશે, લગ્ન માટેના ઘોડાને નચાવશે.